સાતેક વર્ષ કમ્પાઉન્ડરનો અનુભવ મેળવ્યા બાદ ક્લિનિક ખોલ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ઘોડા ડોકટરો ઉપર કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજીના પી.આઇ. કૈલા અને તેની ટીમે આજે ફરી પ્રશંસનીય કામગીરી કરી હતી. પી.આઇ. કૈલાએ ટીમ સાથે કુવાડવા તાબેના ફાળદંગ ગામે દરોડો પાડી 8 ચોપડી પાસ નકલી ડોક્ટરને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે પકડી લીધો હતો સાતેક વર્ષ કમ્પાઉન્ડરનો અનુભવ મેળવ્યા બાદ ક્લિનિક ખોલ્યું હોવાનું જાણવા મળી છે. શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ડોકટરો ઉપર કાર્યવાહી કરવાની સુચના આધારે એસઓજી પીઆઇ જે એમ કૈલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે ફાળદંગ ગામે એક શખ્સ વલ્લભભાઇ ગંગદાસભાઇ રામાણીના મકાનમાં દવાખાનુ ચલાવે છે અને તેની પાસે કોઇપણ જાતની ડીગ્રી કે કોઇ માન્યતા નથી આ બાતમી આધારે ટીમે ત્યાં દરોડો પાડી તપાસ કરતાં અંદર દવાખાનામાં એક શખ્સ ખુરશી પર બેઠેલો જોવા મળ્યો હતો જેથી આ શખ્સનું નામ ઠામ પુછતાં તેણે પોતે હર્ષદ ઉર્ફ કાનો પ્રાગજીભાઇ ચોટલીયા ઉ.34 હોવાનું તેમજ ફાળદંગ ગામમાં જ કેટલાક સમયથી વલ્લભભાઇ રામાણીના મકાનમાં ભાડેથી રહી અહિ દવાખાનુ ચલાવતો હોવાનું કહ્યું હતું પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પોતે આઠ ચોપડી જ ભણેલો હોવાનું અને સાતેક વર્ષ કમ્પાઉન્ડરનો અનુભવ મેળવ્યા બાદ ક્લિનિક ખોલ્યું હતું હોવાની તેમજ 50 અને 100 રૂપિયા ફી લેતો હોવાની કબૂલાત આપતા ધરપકડ કરી કુવાડવા રોડ પોલીસ મથકમાં બીએનએસની કલમ 316 (2), 318 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.