હુમલાખોરોને પાસા હેઠળ કડક કાર્યવાહી કરી પોરબંદરના ડૉક્ટરોને ન્યાય અપાવવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે મારામારી અને ફરજમાં રૂકાવટ કરનારા ત્રણ શખ્સોને પોરબંદર પોલીસે ઝડપી પાડી તેઓને કાયદાના ચક્રમાં લાવી દીધા. આ દ્રષ્ટિએ પોરબંદરના તબીબોએ પોલીસનો આભાર માન્યો અને જિલ્લા પોલીસવડા તથા અન્ય અધિકારીઓનું અભિવાદન કર્યું. 22 જૂન, 2024ના રોજ મોટરસાયકલ સ્લીપ થઇ જવાથી સારવાર માટે હોસ્પિટલ આવેલા શરદ દિનેશભાઇ રાઠોડ અને તેના મિત્રો ચિરાગ સાદીયા, ધવલ શીંગરખીયા તથા કલ્પેશ મકવાણા દ્વારા મોડી રાત્રે ફરજ પરના ડો. ભરત તાવરી સાથે બોલાચાલી અને મારામારી કરવામાં આવી હતી.
- Advertisement -
ડોકટરે તુરંત પોલીસનો સંપર્ક કરતાં કમલાબાગ પોલીસ મથકના અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને 24 કલાકની અંદર આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને કમલાબાગ પોલીસ મથકના પી.આઇ. કાનમીયાના નિર્દેશ હેઠળ આરોપીઓને પકડવામાં આવી અને તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમની જેલમાં રવાનગી કરવામાં આવી.સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ પોલીસની આ ઝડપી અને ન્યાયસંગત કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાને પેન અને ફૂલનો ગુચ્છો આપી સન્માન કર્યું.