ખેડૂતો દ્વારા ડુપ્લીકેટ ખાતર, બિયારણ, દવાઓ સહિતના વેચાણ સામે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
રાજ્યમાં નકલીની બોલબાલા શરૂ થતાં હવે ખેડૂતોને પણ નકલી ચીજવસ્તુઓ થકી છેતરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે સાયલા પંથકના ખેડૂતો આજે પડતી તકલીફો અને ખાસ કરીને ડુપ્લીકેટ ખાતર, બિયારણ તથા દવાઓ સહિતની ચીજોથી ખેડૂતોને કેટલાક વેપારીઓ છેતરતા હોય છે ત્યારે ખેડૂતો ભરોસાની સાથે બિયારણ અને ખાતે ખરીદી કરી મહામહેનતે વાવેતર કરે છે પરંતુ બાદમાં મહેનત અને રૂપિયા બંને વેડફાય છે જેથી ખેડૂતો વધુ આર્થિક સંકડામણ તરફ ધકેલાય છે.
- Advertisement -
આ મામલે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છે છતાં આજદિન સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ કરી કોઈપણ ડુપ્લીકેટ ખાતર અથવા બિયારણ વિક્રેતાઓને ઝડપી પાડવામાં આવ્યા નથી. આ તરફ વીજ કંપની દ્વારા પણ ખેડૂતોને પાવર સપ્લાય ધાંધિયા કરવામાં આવે છે જેથી ખેડૂતો માથે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાય છે ત્યારે સાયલા પંથકના અનેક ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.