હિરણ-1 ડેમ 100 ટકા, શિંગોડા ડેમ 79.02, મચ્છુન્દ્રી ડેમ 98.60 અને રાવલ ડેમ 61.79 ટકા ભરાયો
ગીર સોમનાથ તા.24,
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા વરસી રહેલા વરસાદના પરિણામે જિલ્લાના 5 જળાશયોમાં પાણીની આવક વધતા ડેમો છલકાયા છે. જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ યોજનામાં જળસંગ્રહ 90.92 ટકા નોંધાયો છે. તેમ, સબ ફોકલ ઓફિસર તથા કાર્યપાલક ઇજનેરની કચેરી, ગીર સોમનાથ સિંચાઇ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજના અહેવાલ મુજબ જિલ્લામાં વરસી રહેલા વરસાદના પરિણામે પાંચ ડેમમાં પાણીની આવક વધતી હોવાનું નોંધાયું છે.
જેમાં અત્યાર સુધીમાં જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90.92 ટકા ભરાયો, જ્યારે હિરણ-1 ડેમ 100 ટકા, શિંગોડા ડેમ 79.02 ટકા, મચ્છુન્દ્રી ડેમ 98.60 ટકા અને રાવલ ડેમ 61.79 ટકા ભરાયો છે. જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.