સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા પાઠ કરાવતા વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રતિમાસ ગણેશ ચોથે વિશેષ પૂજન કાર્યક્રમ રાખેલ છે જેમાં પ્રભાસની બહારની રાજયની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સામેલ કરાય છે. જેને કારણે પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્થિત્વ અને મૂળભૂત હકક જે શાસ્ત્રોથી બક્ષાયેલ છે તેને હાની પહોંચે છે. જેના અનુસંધાને આ અગાઉ આંદોલન અનુસંધાને આ અગાઉ આંદોલન કરેલ છતા કંઇ પરિણામ મળેલ ન હતુ જેથી લક્ષ્મીનારાયણ મંદિર ચોકમાં સોમનાથ મંદિર સામે ખાસ મંડપ બાંધી સોમપુરા બ્રાહ્મણ સમાજના 500થી વધુ ભાઇઓ બહેનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા.
પ્રભાણસ પાટણ પોલીસને થતા પોલીસે આવી 105થી વધુ વ્યક્તિઓની અટક કરી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા જયા તમામ ભુદેવોએ પવિત્ર મંત્રોચ્ચાર, શ્ર્લોકો, રામધૂન, ઓમ શિવાયની ધૂન શિવભજનો તથા સુત્રોચ્ચાર કરેલ હતા બનાવની ખબર પડતા જ સોમનાથ ધારાસભ્ય તથા અન્ય આગેવાનો પણ દોડી ગયા હતા.
ટ્રસ્ટ તરફથી લેખીત ખાત્રી આપવામાં આવી કે બહારના બ્રાહ્મણોને જ બોલાવશે તથા અન્ય માંગણીઓ અંગે ટ્રસ્ટની બેઠક જયારે મળશે ત્યારે તેમાં પ્રશ્ર્નો રજૂ કરી નિર્ણય અપાશે તેવી લેખિત ખાત્રી આપતા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આંદોલન સમેટાયું હતુ.