ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા તેમજ લોકસેવાના પર્યાય એવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સહકાર સેલના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ પ્રસંગે લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા સહકારી ક્ષેત્રમાં આવનારા સમયમાં થનારા નિર્ણાયક ફેરફાર વિશે ચર્ચા કરી હતી. જેમાં આવનાર સમયમાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત જિલ્લા સહકારી બેન્કોમાં સભાસદોના નવા ખાતા ખોલાવવા તેમજ સભાસદોને એટીએમની સુવિધા પૂરી પાડવા નવા એટીએમ સેન્ટરની શરૂઆત કરવામાં આવે
- Advertisement -
જેનાથી લોકોને યોગ્ય સમયે નાણાની સગવડ પૂરી કરી શકાય તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રના વિકાસ માટે જે સહકારી સંસ્થાઓ વચ્ચે જે પહેલ શરૂ કરવામાં આવી છે તેને બિરદાવી ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ યોજનાનો પ્રારંભ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરી દેશને મજબૂત બનાવવા અને દેશને આગળ વધારવા શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે વોર્ડ નં.1ના પ્રભારી અને કાથડકાકા તેમજ અનિરુદ્ધભાઈ નથવાણી, સમીરભાઈ રાણીંગા, યશભાઈ સોજીત્રા, કારોબારી સભ્ય રઘુભાઈ સોહલા, રામાનુજભાઈ શાપરા, જેનિશભાઈ સિણોજીયા, દિગ્વિજયસિંહ રાણા, વિજયભાઈ રાઠોડ, ચિરાગભાઈ પાણખાણીયા, હર્ષિલભાઈ શાહ તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.