બુટલેગરના સગાને ત્યાં રોકાઇ હતી: એટીએસે પકડયા બાદ પણ કોઇ અફસોસ ન દેખાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને ગુજરાત એટીએસ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી. આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી. તેની ધરપકડ કરી એટીએસ કચેરી લાવવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જામીન પર રહેલા નીતા ચૌધરીના જામીન રદ્દ થતા લાપતા થયા હતા. ભચાઉ સેસન્સ કોર્ટે જામીન ના મંજુર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈ તે લાપતા થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા. સીઆઇડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઇ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી ફરાર થઈ ગઈ હતી અને તેમને પકડવા ટીમો બનાવવામાં આવી હતી.
- Advertisement -
મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16 થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.