વનવિભાગે તાકીદે વૃક્ષને હટાવી સરાહનીય કામગીરી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.17
- Advertisement -
રાજુલા-જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇ જાફરાબાદના મીતીયાળા ગામે મોડીરાતે સાડા બાર વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ પડતા એક મહાકાય પીપર વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં રાજુલા-જાફરાબાદ માર્ગ બ્લોક થયો હતો. આ ધટનાની જાણ રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર એસ.એમ.મકરાણીને થતાં તાત્કાલીક વનવિભાગ સ્ટાફ તથા આરએનબી ટીમ પણ ધટના સ્થળે દોડી ગઇ હતી.
અને મહાકાય વૃક્ષને કટિંગ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. અને ભારે જહેમત બાદ વૃક્ષને હટાવી માર્ગને ખુલ્લો કરવામા આવ્યો હતો. રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર એસ.એમ.મકરાણી સહીત વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી છે. આ અગાઉ પણ વનવિભાગ દ્વારા અનેક જગ્યાએ મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં તાકીદે હટાવી કામગીરી કરવામા આવી હતી.