સંતો અને સમાજ આગેવાનોએ 150 તારલાઓનું સન્માન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ.મુકતાનંદબાપુના આર્શિવાદથી ધો.1થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓને પુ.નિલકંઠચરણદાસજી સ્વામી, પૂ.જોષીબાપા, શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ, માજી ધારાસભ્ય ભીખાભાઇ જોમી, પત્રકાર વિનુભાઇ જોષી સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે પ્રમાણપત્ર શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
જેમાં કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ ખાતેથી ધો.10માં 77 ટકા મેળવવાની સાથે મૌલિક કુમાર મહેતાએ સમાજને સેવાના રૂપમાં કંઇક શ્રેષ્ઠ આપવાના ઉમદા લક્ષ્ય સાથે ધો.4થી શરૂ કરીને 7 વર્ષની સતત મહેનતના ફળ સ્વરૂપે ભારત સ્કાઉટ એન્ડ ગાઇડની સફરમાં ક્રમશ તમામ સોપાનો સરકરીને ગુજરાત રાજ્યના અમદાવાદ રીજીયનની 47 કેન્દ્રીય વિદ્યાલયમાંથી પસંદગી પામેલ કુલ 100 સ્કાઉટમાંથી રાજ્ય પુરસ્કાર કેમ્પમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાક મેળવી કેન્દ્રીય વિદ્યાલય સુધીમાં પ્રથમવાર ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ રાજ્ય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ તરીકે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ શાળા પરિવારનું તથા કુટુંબ પરિવારનું નામ રોશન કરેલ છે.