ખાસ-ખબર ન્યૂઝ ઓસ્ટ્રેલિયા, તા.16
ઓસ્ટ્રેલિયામાં ઝુઓલોજિસ્ટ નિષ્ણાત એડમ બ્રિટનને શ્ર્વાન પર બળાત્કાર અને મારી નાખવા બદલ 249 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 52 વર્ષનો એડમ મગરમચ્છનો નિષ્ણાત છે. ગયા વર્ષે તેણે પ્રાણી ક્રૂરતા સંબંધિત 60 આરોપો સ્વીકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયન મીડિયા એબીસીના રિપોર્ટ અનુસાર એડમ બ્રિટિશ નાગરિક છે. તે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં પોતાના ઘરે કૂતરાઓને ટોર્ચર કરતો હતો. બળાત્કાર કર્યા બાદ તે તેમની હત્યા કરતો હતો. આ ઉપરાંત તે આ બધું રેકોર્ડ પણ કરતો હતો. આદમે કૂતરાઓ પર બળાત્કાર કરવા માટે ’ટોર્ચર રૂૂમ’ પણ બનાવ્યો હતો. એડમે ગુમટ્રી ઓસ્ટ્રેલિયા નામની વેબસાઈટ દ્વારા 42 શ્ર્વાન ખરીદ્યા હતા. તેણે કહ્યું હતું કે, તે આ કૂતરાઓને નવું ઘર આપશે. આ પછી તેણે આ કૂતરાઓને શિપિંગ ક્ધટેનરમાં રાખ્યા. રિપોર્ટ અનુસાર, 2020 થી 2022 વચ્ચે એડમે 39 કૂતરાઓ પર બળાત્કાર કર્યો હતો.
તેણે બળાત્કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સમય દરમિયાન તેણે ’મોન્સ્ટર’ નામથી બનાવેલી પ્રોફાઇલનો ઉપયોગ કર્યો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. બ્રિટિશ મીડિયા મિરર અનુસાર, 2022માં એક વ્યક્તિએ એડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
આ પછી પોલીસે ડાર્વિનમાં તેના ઘરે દરોડા પાડ્યા, જ્યાં પ્રાણીઓના શોષણ સાથે જોડાયેલા ઘણા પુરાવા મળ્યા. પોલીસે એપ્રિલ 2022માં એડમની ધરપકડ કરી હતી. 11 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડમના વકીલે તેની માનસિક સ્થિતિને ટાંકીને ઓછી સજાની અપીલ કરી હતી.