ગ્લેશિયર પરનુ અનઅધિકૃત મંદિર તોડી પાડવામાં આવશે
સરકારી જમીનો-જગ્યાઓ પર કબજો કરી લેવાનું દુષણ આખા દેશમાં છે અને આવા કૃત્યો કરવામાં કહેવાતા ધાર્મિક આગેવાનો પણ બાકાત નથી. ઉતરાખંડમાં કહેવામા ‘બાબા’એ 16500 ફૂટ (5000 મીટર)ની ઉંચાઈએ ગ્લેશીયર પર બારોબાર અને અનઅધિકૃત રીતે મંદિર-આશ્રમનું નિર્માણ કરી લેતા તેનાં ડીમોલીશન માટે ચક્રો ગતિમાન થયા છે.
- Advertisement -
બાબા યોગી ચૈતન્ય આકાશનો એવો દાવો છે કે, પોતાને પર્વત પર મંદિર બાંધવા “દૈવી” સુચના મળી હતી. તેઓએ ગામ લોકોનો સહકાર માંગ્યો હતો.દેવી ભગવતીએ સ્વપ્નમાં આવીને દેવી કુંડ પાસે મંદિર બાંધવા આદેશ કર્યાનું જણાવ્યું હતું.
પ્રવાસીઓ તથા સ્થાનિકો માટે ધાર્મિક સ્થાન એવા આ કુંડને આ બાબાએ સ્વીમીંગ પુલ બનાવી નાખ્યાનું અને તેમાં તે સ્નાન કરતાં નજરે ચડતા હોવાનું નામ લોકોનુ કહેવુ છે.
અનઅધિકૃત નિર્માણ વિશે ઉહાપોહ થતાં સ્થાનિક તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને સુંદરધુંગા ગ્લેશીયર પર બનાવાયેલા આ મંદિર વિશે તપાસનાં આદેશ આપ્યા છે. દબાણ દુર કરવા માટે 51 પોલીસ અને મહેસુલ વિભાગની ટીમ બનાવવામાં આવી છે.
- Advertisement -
સ્થાનિકોના કહેવા પ્રમાણે દર 12 વર્ષે યોજાતી નંદરાજ યાત્રા દરમ્યાન સદીઓથી અમારા દેવી કુંડમાં જતા હોવાની માન્યતા છે. હવે કહેવાતા બાબાએ લોકોને ગેરમાર્ગે દોરીને અમારી પરંપરા વિરૂદ્ધ બાંધકામ ખડકી દીધુ છે.