અભિલાષનું અક્ષયપાત્ર:અભિલાષ ઘોડા
શું ગૌરવ પુરસ્કાર માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ યોગ્યતા ધરાવનાર કોઈપણ કલાકાર અરજી કરી ને એવું કહે ખરા કે, હું ગૌરવ પુરસ્કાર માટે સૌથી વધુ લાયક છું, મને ગૌરવ પુરસ્કાર આપો…????
- Advertisement -
આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે, ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી અને લલિતકલા અકાદમી તરફથી દર વર્ષે સંગીત, નાટક, નૃત્ય, લોકકલા, શિલ્પકલા, ચિત્રકળા અને સાહિત્ય જેવા વિવિધ વિભાગો માં જીવન પર્યંત શ્રેષ્ઠ અને નોંધનીય કાર્યો કરવા બદલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવાની સુંદર યોજના છે. જેનો આનંદ છે. પરંતુ તે મેળવવા માટે આવા કલાકારો એ ખુદ એક અરજી ( નિયત ફોર્મમાં ) કરવી પડે છે જે પ્રતિષ્ઠિત કલાકારો માટે ખૂબ ગૂંગણામણની પ્રતીતિ કરાવે છે.ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પાસે રાજ્યના દરેક જિલ્લા મથકે જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક અધિકારીના વડપણ હેઠળ મસમોટી ટીમ કાર્યરત છે.
પોતાના તાબા હેઠળના જિલ્લામાં કે તાલુકામાં ઉપરોક્ત વિભાગો સાથે જોડાયેલા અને ગૌરવ પુરસ્કાર માટે લાયક હોય તેવા કલાકારોનું એક એક શ્રેષ્ઠ નામ શોધીને વિભાગને પહોંચાડવાની એક વ્યવસ્થા ન ઊભી કરી શકાય ???? માનો કે આવા સંશોધનો માટે જિલ્લા મથકે કોઈ અધિકારી કે કર્મચારી નથી , તો જિલ્લાની ટીમમાંથી જ કોઈ ને જિલ્લાના તજગ્નો સાથે રાખી ને આ જવાબદારી સોંપી ના શકાય ????
એક વર્ષમાં આટલા નામો શોધવા એ અઘરું કામ તો નથી જ !!!! અમારો ફરિયાદ નો ઇરાદો સહેજ પણ નથી, પણ સૂચન જરૂર છે. અને આ સૂચન સમગ્ર કલા જગત વતી અમે કરી રહ્યા છીએ. આ માટે નવી અને યોગ્ય ડીઝાઇન અમલી બનશે તો યોગ્ય અને વરિષ્ઠ કલાકાર ને ગૌરવ પુરસ્કાર લેવાનું ચોક્કસ ગૌરવ થશે.
શું કોઈ કલાકારે ગૌરવ પુરસ્કાર મેળવવા, પોતે શ્રેષ્ઠ કલાકાર છે તેવું અરજી કરીને જણાવવાનું?
રાજ્યના સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઈ બેરા, યુવા અને બાહોશ સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના ખૂબ સરળ સ્વભાવના સાંસ્કૃતિક સચિવ શ્રી અશ્વિનીકુમાર, ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને ઉમદા સાહિત્યકાર શ્રી ભાગ્યેશભાઈ જહાં તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના કમિશ્નર તથા સંગીત નાટક અકાદમીના ઇનચાર્જ અધ્યક્ષ શ્રી આલોક કુમાર પાંડે જો આ બાબતે થોડું હકારાત્મક વલણ અપનાવી ને આ નિયમ માં સુધારો કરી પોતાની જિલ્લા ટીમ પાસે થી આવેલા નામોને એક તટસ્થ તજગ્નોની ટીમ સમક્ષ મૂકીને ગૌરવ પુરસ્કાર માટે નામો નક્કી કરશે તો કલાકારો નું વધુ સન્માન જળવાશે, યોગ્ય તથા બિન વિવાદાસ્પદ પસંદગી થશે. અને ગૌરવ પુરસ્કાર સાચા અર્થમાં ગૌરવવંતા બનશે તેવું અનેક દિગ્ગજ કલાકારોનું સ્પસ્ટ માનવું છે.
- Advertisement -
સિનિયર કલાકારો માટે પ્રાણવાયુનું સિંચન કરતી અમદાવાદની સંસ્થા.. સિનિયર આર્ટિસ્ટ ફોરમ..
અમદાવાદ ખાતે છેલ્લા 17 વર્ષથી કાર્યરત ‘સિનિયર આર્ટિસ્ટ ફોરમ’ નામની સંસ્થા ખૂબ સુંદર કાર્યો કરી રહી છે. દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમ. જે. લાઇબ્રેરીના અંડર ગ્રાઉન્ડ મિનિ ઓડિટોરિયમ ખાતે રંગભૂમિ, ફિલ્મ, સંગીત સહિત વિવિધ કલા સાથે જોડાયેલા અનેક કલાકારો અને કસબીઓ એકત્ર થાય છે. આખા મહિનામાં જેનો જન્મ દિવસ ગયો હોય તેને સ્ટેજ પર બોલાવીને ભાવપૂર્વક મીઠાઇ ખવડાવીને તેનું સન્માન કરે છે. જરૂરી પરીસંવાદોનું આયોજન થાય છે, ગીત સંગીતના કાર્યક્રમોનું આયોજન થાય છે અને ઉપસ્થિત કલાકારો અને કસબીઓ અલ્પાહાર કરી આખા મહિનાનો પ્રાણવાયુ સાથે લઈ ને ઘેર જાય છે.
સંગીત નાટક અકાદમીની સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા અમલી સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતાં નાટકો તૈયાર કરીને તેને વિવિધ જગ્યા એ પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરવાની સુંદર યોજના અમલી છે. આ યોજના અંતર્ગત મંજૂર થયેલી સ્ક્રિપ્ટ પર એક નાટક તૈયાર કરી તેના 3 પ્રયોગ (એક પ્રયોગ રાજ્ય બહાર, અને બે પ્રયોગ રાજ્યના કોઈ પણ સ્થળે ) કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી રૂપિયા બે લાખની મર્યાદમાં સહાય આપવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા નિયત થયેલા દરો સાથે આ સમયમાં નાટકનું લેખન, સેટ, સંગીત, ડ્રેસ, લાઇટ્સ, રિહર્સલ, કલાકારો અને કસબીઓના પુરસ્કાર, પ્રવાસ ખર્ચ, નિવાસ ખર્ચ, ભોજન ખર્ચ, સ્થળ નું ભાડું માત્ર બે લાખ રૂપિયામાં કરવું શકય નથી. અને તેના ત્રણ પ્રયોગો કરવા તો સાવ અશક્ય જ છે પરિણામે ખૂબ વેઠ ઉતારીને, અથવા તો ખોટું કરીને આ યોજના નો દૂર ઉપયોગ છેલ્લા ઘણા વર્ષો થી થઈ રહ્યો છે. મુંબઈની સરખામણીએ ગુજરાત માં પણ સારા નાટકોનું નિર્માણ કરી શકે તેવા નિર્માતાઓ ,લેખકો, દિગ્દર્શકો, કલાકારો અને કસબીઓ લગભગ દરેક જિલ્લાઓ માં છે. પરંતુ રાજ્ય સરકાર ની સંગીત નાટક અકાદમી આટલા વર્ષોથી નિયત થઈ ચૂકેલી આ બે લાખની રકમ વધારી ને રૂપિયા દસ લાખ કરે તો ખાત્રી છે કે ગુજરાતનો નાટ્ય ઉદ્યોગ પણ દેશ અને વિદેશમાં ડંકો વગાડી શકે તેટલો સક્ષમ છે.
ફિલ્મોના સમાચાર…
આ બધાની વચ્ચે ગત 30 જૂનના રોજ હિતેન કુમારના જન્મદિવસે હિતેન કુમારની તદ્દન નવા લુક સાથે ની ફિલ્મ આતમરામ નો FIRST LOOK રિલિઝ કરવામાં આવ્યો, ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને હિતેનકુમારનો આ નવો અવતાર જરૂર ગમશે તેવું પ્રથમ નજરે લાગી રહ્યું છે. દિગ્દર્શક સન્ની કુમારની આ ફિલ્મ આગામી દિવાળીમાં રિલિઝ કરવાનું નિર્માતાઓનું આયોજન છે. સફળતા પૂર્વક ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ ઝમકૂડી પાંચ વીક પૂરા કરી છટ્ઠા વીકમાં પ્રવેશી ચૂકી છે અને આધારભૂત માહિતી મુજબ છેલ્લા પાંચ વીક નું ટોટલ કલેક્શન વીસ કરોડ દસ લાખ જેટલું અધધધ થઈ ચૂક્યું છે જે સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત માટે ખૂબ આનંદ ની ઘટના છે. ઝમકૂડીની સમગ્ર ટીમને દિલથી અભિનંદન..
ગુજરાતી સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની સાથે ફિલ્મી સંગીતના કલાકારોને પણ પુરસ્કૃત ન કરી શકાય ?
ગુજરાતમાં સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની જેમ ફિલ્મી સંગીત સાથે જોડાયેલા કલાકારોનો સમૂહ સૌથી મોટો છે. પરંતુ આજ સુધી સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની જેમ આ ફિલ્મી સંગીત સાથે જોડાયેલા હજારો કલાકારો અને કસબીઓને સરકારમાં હજી સુધી કોઈ માન્યતા નથી મળી. રાજ્ય સરકાર ફિલ્મોને આટલા મોટા પાયે પુરસ્કૃત કરતી હોય, બોલીવુડનો IFAA જેવો એવોર્ડ સમારંભ જો ગુજરાત સરકાર ના યજમાન પદે યોજાતો હોય, રાજ્ય સરકારના મોટા ફેસ્ટિવલમાં ફિલ્મી સંગીતના કાર્યક્રમો પણ સફળતાપૂર્વક યોજાતા હોય તો ચોક્કસ નિયમો બનાવી ફિલ્મી સંગીત સાથે જોડાયેલા ગુજરાતના હજારો કલાકારોને માન્યતા આપી તે લોકો માટે પણ કોઈ યોજના સરકાર તરફથી અમલી બને તેવી લાગણી ગુજરાતના ફિલ્મી સંગીત સાથે જોડાયેલ હજારો કલાકારોની છે.
ગુજરાતી ફિલ્મ રિવ્યુ..
બિલ્ડર બોયસ, ગુજરાતી ફિલ્મ નું રીડેવલપમેન્ટ
બડે શહર કે એક ગલ્લીમે બસા હુઆ હે નુક્કડ,
નુક્કડ કે સારે વાસી હે તકદિરો કે ફક્કડ,
અલગ અલગ તકદીર હે સબકી, અલગ અલગ હે બોલી,
અપને અપને ધંધે સબકે, આપની આપની ખોલી..
આ વાંચીને તમને 1986-87માં સફળ થયેલી ટી.વી. શ્રેણી નુક્કડ જરૂર યાદ આવશે…
બસ, આવો જ અહેસાસ મને ગઇકાલે રિલિઝ થયેલી સુંદર ગુજરાતી ફિલ્મ બિલ્ડર બોયસ જોઈ ને થયો..
વાર્તા કદાચ મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ ના જુના બિલ્ડિંગમાં રહેતા લોકોને વધુ પસંદ પડશે. હાલ ચાલી રહેલી જુના બિલ્ડિંગો ને તોડી નવા બિલ્ડિંગ બનાવવાની ( છઊ ઉઊટઊકઘઙખઊગઝ ) એક નવી સિસ્ટમ અને તેમાં બિલ્ડર અને મકાન માલિકો વચ્ચે સર્જાતી નાની નાની સમસ્યાઓ અને બિલ્ડર બિલ્ડર વચ્ચે થતી ગળાકાપ સ્પર્ધાને ફિલ્મના લેખક – દિગ્દર્શક ચાણક્ય પટેલે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.. મે હમેશાં કહ્યું છે કે રોનક કામદાર લાંબી રેસનો ખેલાડી છે અને આજે ફરી એક વખત રોનકે પોતાના અભિનય થકી સાબિત કરી દીધું છે.
શિવમ પારેખ અને રોનક ની કેમેસ્ટ્રી જામે છે.એષા કંસારા એ પણ પોતાના ભાગે આવેલી જવાબદારી કડક રીતે
નિભાવી છે.
આ સિવાય ફિલ્મના જવાબદાર રોલમાં મંજાયેલા કલાકારો ભાવીની જાની, મનગમતા પ્રલય રાવલ, કલ્પના ગાગડેકર, અંશુ જોશી, મમતા ભાવસાર , કામિની પટેલ, કુલદીપ શુક્લ, સુનિલ વાઘેલા, પ્રેમલ યાજ્ઞિક, વિશ્વ જોશી અને હરેશ ડાગીયા તથા હેમીન ત્રિવેદી એ ફિલ્મને હરી ભરી રાખી છે.
ખાસ લખવાની ઈચ્છા થાય શેખર શુક્લ માટે.. કોમેડી અને વિલન બંને રોલમાં હમેશાં ફિટ બેસતા આ જણ માટે આ ફિલ્મ જોઈને એટલું જ કહેવાની ઈચ્છા થાય.. શે.શુ. કઘટઊ ઢઘઞ.
સિદ્ધાર્થ અમિત ભાવસારનું સંગીત ફિલ્મની ફ્રેશનેશમાં વધારો કરે છે.
ફિલ્મના માટે જો હળવી ટકોર કરું તો આખી ફિલ્મમાં શરૂઆત સિવાય એક પણ ઊજઝઅઇકઈંજખઊગઝ જઇંઘઝ જોવા ન મળ્યો કે જે ફિલ્મની એક ભવ્યતા બતાવી શકે. વધુમાં વધુ શોટ્સ ઈઘખઙઅઈઝ ઋછઅખઊમાં જોવા મળ્યા.
ફિલ્મના વિલન નંદન ( શેખર શુક્લ ) અને મહારાજ ( હેમીન ત્રિવેદી ) અંબાજીની બાધા પૂરી કરવા જાય છે ત્યારે અંબાજી ના રસ્તાઓ ડ્રોન થી બતાવી વધુ સશક્ત સીન બનાવી શકાયા હોત.
અંબાજીની બાધા પૂરી કરવાની વિધિ મૂળ અંબાજી મંદિરમાં શુટ કરવાની મંજૂરીના પણ મળી હોય તો પણ ટોપ એંગલથી અંબાજી મંદિરની ભવ્યતા બતાવી નાના અને અજાણ્યા મંદિરને બદલે દિગ્દર્શક અલગ ફ્રેમ બનાવી માતાજીની વિધિ બતાવી શક્યા હોત.
કર્મકાંડી બ્રાહ્મણને મદિરા પાનના શોખીન બતાવીને અનેક ધાર્મિક લોકોની લાગણી દુભાઈ શકે તેવો નાજુક વિચાર દિગ્દર્શકે કરવો જોઈતો હતો.
પ્રથમ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રવેશેલા બે નિર્માતાઓ સેતુ કૌશલ પટેલ અને નેહા રજોરાને આ સુંદર ફિલ્મ બનાવવા બદલ ખાસ ખબર તરફથી અભિનંદન.
ગઇકાલથી ગુજરાત ના સિનેમાઘરોમાં આ ફિલ્મ આવી ગઈ છે.. જોઈ આવો