ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે.તો બીજી તરફ જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરશે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ઉમટશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. આજે ભગવાન જગન્નાથજીને સોનાવેશનો શણગાર કરવામાં આવશે. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે. આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો, રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.
અમદાવાદમાં દેશની બીજા નંબરની મોટી રથયાત્રા યોજાય છે.
ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા 7મી જુલાઈના રોજ યોજાનારી છે, જેને લઈને છેલ્લાં એક મહિનાથી શહેર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નિકળતી હોય અને જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે આવતા હોય ત્યારે તેઓની સલામતી પોલીસની જવાબદારી બની જતી હોય છે, તેવામાં ભૂતકાળની ઘટનાઓને પણ ધ્યાને રાખીને આ વખતે રથયાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે..
- Advertisement -
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
– 9 DG થી DIG કક્ષાના અધિકારી તૈનાત રહેશે
– 38 DCP થી SP કક્ષાના અધિકારીઓ તૈનાત રહેશે
– 89 ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે
– 286 PI, 630 PSI, 12,600 કોન્સ્ટેબલ તૈનાત રહેશે
– 30 SRP કંપનીનો બંદોબસ્ત રહેશે
– 11 CAPFની કંપનીઓ જેમાં RAFની 3, ITBPની 2, CISFની 2, અને BSFની 4 કંપનીઓ રહેશે
– BDDSની 17 ટીમ હાજર રહેશે
– ચેતક કમાન્ડોની 3 ટીમો સાથે 70 માઉન્ટેડ પોલીસ હાજર રહેશે
– 15 QRT ટીમ, 15 સ્નિફર ડોગ, 17 વ્રજ વાહન, 7 વોટર વરુણ હાજર રહેશે
– 8 જેટલી કમાંન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હીકલ હજાર રહેશે
– 11,000 અન્ય સહાયક દળના જવાનો હજાર રહેશે
– રથયાત્રા બંદોબસ્તમાં કુલ 23,600 પોલીસ જવાનો રહેશે ખડેપગે રહેશે.. તેવામાં ટેક્નોલોજીનો પણ આ વખતે ભરપુર ઉપયોગ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ વખતે પણ પોલીસ દ્વારા એર બલુનના કેમેરાથી તેમજ ટેથર્ડ ડ્રોન, સીસીટીવી અને અન્ય કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. સાથે જ ગુનેગારોને પકડવા માટે મદિરમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ કેમેરા લગાવાવામાં આવ્યા છે.જેથી ગુનેગારોની ઓળખ કરી તેઓને પકડવાની કામગીરી કરવામા આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસે કમર કસી છે.