સેન્ટ્રલ GST કચેરીમાં CBIના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
શહેરના રેસકોર્સ રિંગરોડ પર આવેલ સેન્ટ્રલ GST કચેરીમાં CBIની ટીમ ત્રાટકી હતી. જેના પગલે કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. હકીકતમાં CGSTના એક અધિકારીએ લાંચની માંગણી કરી હોવાના મામલે CBI દ્વારા CGST કચેરીમાં ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં CGST ઈન્સ્પેક્ટર રૂ. 2.50 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સિરામીક ઉદ્યોગ ગૃહના સંચાલક પાસેથી સેન્ટ્રલ CGSTના નવીન ધનખડ નામના અધિકારીએ રૂ.2.50 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદના આધારે CBIદ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
ટેક્સ ક્રેડિટ આપવા અથવા તો રિફંડ આપવા માટે રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે ઈઇઈંની ટીમ રેસકોર્સ રોડ પર આવેલી સેન્ટ્રલ GST કચેરી ખાતે ટ્રેપ ગોઠવીને CGST ઈન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.



