સંતવાણી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ શહેરમાં જામનગર રોડ પર આવેલ માધાપર ગામ ખાતે આશરે સાડા પાંચસો વર્ષ પૌરાણિક આઈશ્રી નાગબાઈ માનો વિસામો તથા ડોડીયા રાજપૂતોના સુરાપુરા શ્રી ગાંડુભા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ચારણ જગદંબા આઈશ્રી નાગબાઈ માને ભાવવંદનાનો કાર્યક્રમ આગામી તા. 7 ને રવિવારના રોજ રાખવામાં આવ્યો છે. આ ભાવવંદના કાર્યક્રમમાં સંતવાણીના આરાધક શક્તિદાનભાઈ ગઢવી તથા પ્રખર લોકસાહિત્યકાર ગોવિંદભા પાલીયા, લોકગાયક ભક્તિદાન ગઢવી તથા લોકગાયિકા ઇન્દુબેન ગઢવી દ્વારા આઈ માના ભેળયા ચરજ રજૂ કરશે તથા મોગલધામ આજી ડેમ ખાતેથી પૂ. આઈશ્રી લક્ષ્મીબાઈ પધારશે. આ કાર્યક્રમ રવિવારે રાત્રે 9 કલાકે યોજાશે.
- Advertisement -
અષાઢી બીજ અંતર્ગત છેલ્લા 10 વર્ષથી રાજકોટ ખાતેથી ચારણીયા સમાજ દ્વારા શોભાયાત્રાનું સમાપન આઈ શ્રી નાગબાઈ માના વિસામા ખાતે સમાપન સાંજે 6 વાગ્યે થશે. શોભાયાત્રા સવારે 9 વાગ્યાથી કિસાનપરા ચોકથી પ્રસ્થાન થઈ રાજકોટ શહેરમાં માના ભાવિક ભક્તજનો પદયાત્રા દ્વારા રાજકોટ શહેરમાં ફરીને બપોરના વિરામ બાદ ત્રણ વાગ્યે રેસકોર્સ મેદાનથી શરૂ થઈને રૈયા રોડથી 150 ફૂટ રોડ પરથી માધાપર ચોકડીથી માધાપર ગામ પહોંચશે. આઈશ્રી નાગબાઈ માના સ્થાનકે સાંજે 6 વાગ્યે પહોંચશે. રસ્તામાં શોભાયાત્રાનું સ્વાગત રૈયા રોડ પર ન્યુ એરા સ્કૂલ પાસે કારડીયા રાજપૂત સમાજના પ્રવિણસિંહ ચાવડા, દિલીપસિંહ ચાવડા તથા ભાવિક ભક્તજનો દ્વારા ફૂલહારથી આઈમાનું સ્વાગત કરવામાં આવશે ત્યાંથી ક્ષત્રિય સમાજના વાળા રાજપૂત પૃથ્વીરાજસિંહ વાળા, શિવદીપસિંહ વાળા, છત્રપાલસિંહ વાળાની આગેવાની હેઠળ સમસ્ત ક્ષત્રિય વાળા રાજપુત શિતલપાર્ક ખાતે સન્માન કરીને ત્યાંથી માધાપર ગેઈટ પાસે વિનાયક વાટીકા, અવધ સોસાયટી ખાતે દોલુભા ડોડીયા પરિવારના ગજુભા ડોડીયા, જસુભા ગઢવી સહિતના સુરેશ્ર્વરપાર્ક અવધ પાર્ક વિસ્તારના ભાવિકો રથયાત્રાનું સ્વાગત કરશે તેમજ રથયાત્રામાં જોડાશે.
ઘોઘુભા જાડેજાની આગેવાનીમાં માધાપર ગામના સમસ્ત ગ્રામજનો યાત્રાનું સ્વાગત કરીને યાત્રામાં જોડાશે. કિરીટસિંહ ડોડીયાની આગેવાની હેઠળ ડોડીયા પરિવારના લોકો તેમજ ભાવિકો ભક્તો આઈમાની શોભાયાત્રાનું સ્વાગત કરશે. આ બંને કાર્યક્રમોમાં ઘોઘુભા જાડેજા તેમજ દોલુભા ડોડીયા તથા કિરીટસિંહ ડોડીયાના માર્ગદર્શન નીચે ચારણ ગઢવી સેવા સમાજના પ્રમુખ નીતુભાઈ ઝીબા, ખોડીયારનગર સોનલબીજ પ્રકાશભા કવલ તથા ભુપતભાઈ ગઢવી તથા ક્ષત્રિય સમાજ આગેવાન પૃથ્વીરાજસિંહ વાળા, ચારણીયા સમાજના આગેવાન પ્રવિણભાઈ ચારણીયા તથા આઈમાના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે કિરીટસિંહ ડોડીયા, પ્રકાશભાઈ ગઢવી, જશુભાઈ ગઢવી, ભુપતભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, સુરેશભાઈ મોરીયા, અજયભાઈ મોલીયા, મુકેશભાઈ ગઢવી, મુકેશભાઈ ઝાલાવડીયા, દિનેશભાઈ ઢોલરીયા આવ્યા હતા.