ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા તબીબી સહાય અર્થે સંસ્કૃતિ આર્ય ગુરુકુળના સહયોગથી તા. 7-7 ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં સવારે 10-00થી 11-00 દરમિયાન 1થી 10 વર્ષની ઉંમરના બાળકોને (પુત્ર-પુત્રી બંનેને) નિ:શુલ્ક ધોરણે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે.
- Advertisement -
લાભ લેવા ઈચ્છતાં સર્વેને પોતાના 1થી 10 વર્ષની વયના સંતાનને લઈને જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે, ગીતા વિદ્યાલય ટ્રસ્ટ, ગીતા મંદિરમાં ઉપસ્થિત રહેવાનું ગીતા વિદ્યાલયના સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયું છે.



