સાગઠિયાની ટ્વિન સ્ટારમાં આવેલી ઑફિસમાંથી 3.5 કરોડ રોકડ, 15 કરોડથી વધુનું 20 કિલો સોનું અને 8.5 કરોડના દાગીનાં મળ્યાં
- Advertisement -
રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાથી કરોડોનો ખજાનો એસીબીને હાથે લાગ્યો હતો.
રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. 150 ફૂટ રિંગ રોડ પરની ઓફીસનું સીલ તોડી SITએ તપાસ હાથ ધરી હતી. તે તપાસ દરમ્યાન એસઆઈટીને રૂપિય 5 કરોડની રોકડ મળી હતી. તેમજ એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ત્યારે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
પાંચ કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યું
મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.
- Advertisement -
આગાઉ અપ્રમાણસર મિલકત મળી આવી હતી
આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠિયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠિયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.
ઑફિસની ખરીદ કિંમત દસ્તાવેજમાં રૂ. 51,47,500 દર્શાવવામાં આવી
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક ટ્વિન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ટીપીઓ મનસુખ સાગઠિયા ઓફિસ ધરાવે છે. ઓફિસ અંગે થયેલા દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો મુજબ ટ્વિન સ્ટાર ટાવરમાં 901 નંબરની ઓફિસના દસ્તાવેજ 4 ડિસેમ્બર 2020ના થયા હતા. જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા હતા. ઓફિસનો દસ્તાવેજ દિલીપ સાગઠિયાના નામે થયો હતો અને ઓફિસની ખરીદ કિંમત દસ્તાવેજમાં રૂ. 51,47,500 દર્શાવવામાં આવી છે. પ્લસ સ્ટેમ્પ ડ્યૂટી 2,52,300 અને રજિસ્ટ્રેશન ફી રૂ.52300 મળી કુલ રૂ.54,57,880 ચૂકવવામાં આવ્યા છે. આ પછી બે મહિના બાદ તે ઓફિસની પાવર ઓફ એટર્ની તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાના નામે થઈ હતી. આમ તે ઓફિસનો કબજો અને તેનો વહીવટ ટીપીઓ સાગઠિયાએ સંભાળી લીધો હતો.
ઑફિસનો રૂ.67,333નો વેરો બાકી
મનસુખ સાગઠિયાની ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 901ના દરવાજા પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, તા.16.11.2023 સુધીમાં રૂ.67333નો વેરો બાકી છે. જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું. જો કે, આ સીલ કોઈએ તોડી પણ નાંખ્યું હતું. આજે 6 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ વેચવાની વાત તો દૂર સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી હતી અને કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી હતી.