આજે આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે રાજકોટમાં મહિલાઓએ અનોખા યોગા કર્યા હતા. 18 થી 65 વર્ષની મહિલાઓએ એક્વા યોગા કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આજે વિશ્વ યોગ દિવિસ નિમિત્તે દરેક જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સામાન્ય નહીં પરંતુ એક્વા યોગા કરવામાં આવ્યા.
- Advertisement -
જીજાબાઇ મહિલા સ્નાનાગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 18 થી 65 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. પાણીમાં “ઍકવા યોગા” દ્વારા મહિલાઓએ આપ્યો અનોખો સંદેશો આપ્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રીનગર ખાતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નડાબેટ ખાતે સેનાના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અલગ-અલગ પ્રકારે યોગ કરવામાં આવે છે, કોઈએ પાણીમાં તો કોઈએ સાડી પહેરીને યોગ કર્યા છે, યોગનું જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે અને તેનાથી શરીર સારૂ રહે છે. રાજકોટમાં 18 વર્ષની યુવતીથી લઈ 65 વર્ષના વૃદ્ધાએ પાણીમાં યોગ કરી સમાજને અનોખો સંદેશ આપ્યો હતો.એકવા યોગ કે જે પાણીમાં કરવામાં આવે છે.