ભ્રષ્ટ્રાચારની લડાઈમાં મેદાને ઉતરતા ધારાસભ્ય કોરડીયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢમાં ભ્રષ્ટ્રાચાર થતો હોવાની અનેક ફરિયાદો લોકો માંથી ઉઠવા પામી છે.ત્યારે ભ્રષ્ટ્રાચારને ખતમ કરવા જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા મેદાને આવ્યા છે.એક ખાનગી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર ધારાસભ્યએ ખુલ્લી ચેતવણી આપી છે કે,કોઈ પણ અધિકારી કામ બાબતે પેસા માંગે તો મને જાણ કરજો અને મારા વિધાનસભા મત ક્ષેત્રમાં ભ્રષ્ટ્રાચાર થવા નહિ દવ તેમ કહ્યું હતું. આજે દેશમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો સળગતો પ્રશ્ર્ન બની ગયો છે.અને અનેક કિસ્સામાં અધિકરીઓ બેફામ ભ્રષ્ટ્રાચાર કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના જાગૃત ધારાસભ્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી એક લાઈવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે. મારા વિધાનસભા વિસ્તારમાં કોઈ પણ અધિકરી પેસા માંગે તો મારી પાસે અવાજો સાચું કામ હશે તો હું એક રૂપિયા આપ્યા વગર કરાવી આપીશ પણ સાચું કામ હોવું જરૂરી છે.
- Advertisement -
કોઈ પણ પેસા માંગે તો મને નામ આપજો અને તમને કઈ નહિ થઇ અને કઈ બાકી નહિ રેહવા દઈશ મારા વિદ્યાનસભા વિસ્તારમાં ભ્રષ્ટ્રાચાર જોશેજ નહિ કોઈ પણ વ્યક્તિ કહે કે, પેસા આપીને કામ થઇ જશે એ આદત આપણે બગાડી છે.પછી લોકો કહે છે કે ભ્રષ્ટ્રાચાર થાય છે ત્યારે કોઈ પણ અધિકરી હોઈ જેમાં કાલકેટર ઓફિસ હોઈ કે, કમિશનર ઓફિસ હોઈ કે પોલીસ તંત્ર હોઈ જો સાચું કામ હશે તો હું કરાવી આપીશ ભલે બે દિવસ મોડું થશે પણ કામ કરાવી આપીશ અને એક પણ લોકો રૂપિયા આપે નહિ તેમ કહ્યું હતું જો આજ રીતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જેવા નિષ્ઠાવાન નેતાની જેમ મેદાનમાં આવે તો ભ્રષ્ટ્રાચાર નાબૂદ થવામાં વાર નહિ લાગે.



