સાઇબર ક્રાઇમના કિસ્સા વધતા આઇજી અને ઇન્ચાર્જ એસપીએ લોકોને સૂચનો કર્યા
ગુજરાતમાં પાંચ માસમાં 53,279 કિસ્સામાં 503 કરોડથી વધુનો સાઇબર ફ્રોડ
- Advertisement -
અલગ અલગ એપ્લિકેશન મારફત રોકાણના નામે ફ્રોડના કિસ્સા વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ આજના આધુનિક ટેકનિકલ જમાનામાં દિવસે દિવસે સાઇબર ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે અને નિર્દોષ લોકો સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે.અને લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે સાઇબર ક્રાઇમના વધતા કિસ્સા બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા એક પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને સાઇબર ફ્રોડ થી કેમ બચી તેના સૂચનો કર્યા હતા અને લોકે સાઇબર ક્રાઇમ બાબતે લોકોમાં વધુમાં વધુ અવર્નેશ આવે તેના માટે જાગૃત થવા લોકોને અપીલ કરી હતી તેની ઇન્ચાર્જ એસપી બી.સી.ઠક્કર દ્વારા પણ જિલ્લામાં વધતા સાઇબર ફ્રોડ બાબતે લોકોને જાગૃત થવા પ્રેસ યોજીને લોકોને અપીલ કરી હતી.
ગુજરાતમાં છેલ્લા પાંચ મહીનામાં 53,2,79 જેટલા સાઇબર ફ્રોડના કેસ સામે આવ્યા છે ત્યારે 503 કરોડ જેટલી રકમ લોકોએ ફ્રોડમાં ગુમાવી છે. સાઇબર ફ્રોડ કરનાર સ્કેમર્સ દ્વારા 28થી વધુ પદ્ધતિથી હાલમાં સાઇબર ફ્રોડ કરી રહ્યા છે રોજબરોજ નવી નવી પદ્ધતિથી લોકોને ભોળવી સાઇબર ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે.અને લોકોને વધુ નફાની લાલચ આપીને પણ ફ્રોડ કરી રહ્યા છે. જેમાં શેર માર્કેટ, બોગસ વેબ સાઈડ, ઓનલાઇન શોપિંગ, હોટલ બુકીંગ, ક્રેડિટ કાર્ડ બ્લોકના નામે ઓટીપી શેર કરી ફ્રોડ કરી રહ્યા છે તેમજ વિડિઓ કોલ મારફત પણ અભદ્ર ફોટા બનાવી લોકોને શિકાર બનાવી મોટી રકમનો તોડ કરવાના બનાવો પણ સામે આવ્યા છે.ત્યારે આવા સાઇબર ફ્રોડમાં મુંજાયા વગર 1930 પર કોલ ફરિયાદ નોંધાવી જોઈએ અથવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઈએ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા રોજ બરોજ સાઇબર ફ્રોડનો શિકાર બનેલા લોકો માટે સતત કાર્યરત રહે છે તેની સાથે લોકોએ પણ ખુબ જાગૃત થવાની જરૂર છે.
- Advertisement -
સાઇબર ક્રાઇમ અવરનેશ બાબતે રેંજ આઇજી નિલેશ જાજડીયાએ મિડીયાને જણાવ્યુ હતુ કે, હાલમાં ચાલતા ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડમાં અલગ-અલગ પ્રકારની વેબસાઇ એપ્લીકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરાવી નફો/પ્રોફીટ બતાવી લાલચ આપી વધારે રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત ડીજીટલ અરેસ્ટના ફ્રોડ પણ હાલમાં સામે આવી રહ્ય છે. જેમાં અજાણ્યા નંબર પરથી ફોન કરી પાર્સલ મળેલ છે. આ પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળેલ છે, તેવુ જણાવી ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારે જોબ, ફ્રોડ, લોન એપ્લીકેશન ફ્રોડ, અલગ-અલગ વેબસાઇટમાં બુકીંગના નામે થતા ફ્રોડ, ફીશીંગ લીંક દ્વારા વિગેરે જેવા ફ્રોડ થાય છે.
સાયબર ક્રાઇમથી બચવા માટે અજાણી લીંક ઉપર કલીક કરવુ નહીં, અજાણ્યા નંબરથી આવલા ફોનમાં બેંકને લગતી માહિતી, ઓટીપી, પોતાની અંગત માહિતી શેર કરવી નહીં, અજાણી એપ્લીકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવા તેમજ ઉપરોકત જણાવેલ સાયબર ક્રાઇમમાં ભોગ ન બનવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કોઇ પણ સાઇબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોલ કરો
આજના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર દિવસે દિવસે સાઇબર ક્રાઇમના બનાવો વધતા જાય છે. ત્યારે સાઇબર સેલ તરફથી લોકોને સતત ચેતવી રહ્યા છે અને અનેક શાળા, કોલેજ સહિતની જગ્યાઓ પર સાઇબર અવરનેશ જાગૃતિ કાર્યક્રમો થકી લોકોને સુચનો આપી રહ્યા છે અને વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢ પોલીસ પણ અનેક સાઇબર ફ્રોડના કિસ્સાઓ અટકે તેના માટે અવરનેશ પ્રોગ્રામ યોજીને લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે આવા કિસ્સામાં જો તેમની સાથે ફ્રોડ થાય તો 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી જોઇએ અથવા તો નજીકના સાઇબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઇએ.



