ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 17માં હપ્તાનો લાભ મેળવવા આ કરવું અનિવાર્ય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાના 17માં હપ્તાનો લાભ મેળવવા ખેડૂતોએ KYC, ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ” અને બેંક ખાતામાં આધાર સિડિંગ કરવું અનિવાર્ય છે.
ટુંક સમયમાં લાભાર્થી ખેડુતોના ખાતામાં 17 મો હપ્તો આવનાર હોય, ત્યારે 17માં હપ્તાનો લાભ લેનાર લાભાર્થી ખેડુતોએ E-KYC, લેન્ડ સીડીંગ અને આધાર સીડીંગ કરાવવું કરજીયાત છે. E-KYC, લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ અને DBT ENABLE કરેલ લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં જ 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. E-KYCની કામગીરી માટે તા.05-06-2024 થી તા.15-06-2024 દરમિયાન સેચ્યુરેશન ડ્રાઈવ અંતર્ગત ખેડૂતો પોતાના ગામના વીલેજ નોડલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે આપના ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક અને કિસાન કોલ સેન્ટર નં.1800 180 1551 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.