ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ,
જાફરાબાદની મામલતદાર કચેરીની દંયનીય હાલતમાં જોવા મળી રહી છે. મામલતદાર કચેરી હાલતો ખાલી કરી કર્મચારીઓના રહેણાંકી મકાનમાં ફેરવી દેવામાં આવી છે. પરંતુ અમુક કામગીરીના વિભાગો ઉપરના માળે હોવાથી સિનિયર સિટીઝન તથા વિકલાંગ લોકોને ઉપર ચડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સિનિયર સિટીઝનના લોકો પોતાની કામગીરી માટે આવતા હોય છે. અહીં જુની મામલતદાર તથા ઈધરા કચેરી હોય તમામ કામગીરી ઈધરા કોમ્પ્યુટર થતું હોય છે. પરંતુ અમુક કામગીરી માટે ઈધરાથી દુર અમુક વિભાગો કર્મચારીઓના રહેણાંક બિલ્ડિંગમાં હોય છે.
- Advertisement -
ત્યાં સુધી સિનિયર સિટીઝનને વૃધ્ધ લોકોને જવું પડતું હોય છે. મોટી સંખ્યામાં ગ્રામજનો, શહેરીજનો તેમજ વિધાર્થીઓ અને મહિલાઓ સાથે આવતા નાના ભૂલકાઓ સહીતની નાની મોટી સરકારી કામગીરી માટે આવતા હોય છે. જુની મામલતદાર કચેરી સાવ જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ જર્જરીત મામલતદાર કચેરી મોતના માચડા સમાન ઉભી થઈ છે. ત્યારે હવે જર્જરીત મામલતદાર કચેરીને દુર કરવામા આવે તેમજ નવી મામલતદાર કચેરીનુ નિર્માણ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.