બીચ પર પ્રવાસીઓ ગંદકી ફેલાવતા હોવાથી સફાઈ ફંડ લેવા નિર્ણય: હોટલમાં ઉતરેલાએ સર્ટીફીકેટ પણ બતાવવુ પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
ભારતમાં એવા ઘણા ગામો છે જેમના પોતાના નિયમો છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ત્યાં જાય છે, ત્યારે તેણે નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ આજે અમે ગોવાના એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પંચાયતે અનોખો નિર્ણય લીધો છે. જો કોઈ બહારની વ્યક્તિ આ ગામમાં પ્રવેશે તો તેણે ટેક્સ ભરવો પડશે. પૈસા ચૂકવવા પડશે. એટલું જ નહીં, એક અલગ પ્રમાણપત્ર પણ બતાવવાનું રહેશે. આ વિચિત્ર નિર્ણય ઉત્તર ગોવાની કલંગુટ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે. કલંગુટ ગોવામાં એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે તેના બીચ માટે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ગામના સરપંચ જોસેફ સિક્વેરાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓના જૂથો જીપ, બસ અને અન્ય વાહનોમાં આવે છે. લોકો બીચ પર આનંદ માણે છે. પરંતુ તેઓ ઘણી ગંદકી ફેલાવે છે. તે જગ્યાને ક્યારેય સાફ કરતા નથી. આ કારણે પંચાયતે તમામ પ્રવાસીઓ પર એન્ટ્રી ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે, જેથી આ પૈસાથી સ્વચ્છતા થઈ શકે. અમે અમારા ગામને સ્વચ્છ રાખવા માંગીએ છીએ. અહીં કોઈ આવીને ગંદકી કરે તેવું ઈચ્છતા નથી. ઉપરાંત, અમે તમામ પ્રવાસીઓનું સ્વાગત કરીએ છીએ. પરંતુ અમને આશા છે કે કોઈ ગંદકી ફેલાવશે નહીં.
સરપંચે જણાવ્યું, ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે કે ગામની હદમાં પ્રવેશતા પ્રવાસીઓએ હોટલનું રિઝર્વેશન સર્ટીફીકેટ બતાવવાનું રહેશે. હોટલની રસીદ બતાવવાની રહેશે. તેમને કહેવું પડશે કે તેઓ અહીં જ રહેવાના છે.
જ્યારે લોકોએ પ્રવેશ કરવો હોય, ત્યારે તેઓ કચરો નાખશે નહીં. થોડા દિવસો પછી એવું થશે કે દરિયાકિનારા સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. આ દરખાસ્ત પણજી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબરથી તેનો અમલ કરવામાં આવશે.