ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
અમદાવાદ ખાતે રમાયેલા ખેલ મહાકુંભ સિનિયર ભાઈઓની ઈન્ટર ઝોનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ સીટીની ફૂટબોલ ટીમ સેમી ફાઈનલમાં બરોડાની પારૂલ યુનિવર્સિટીને 2-0 ગોલથી હરાવીને ફાઈનલમાં પહોંચેલી. ફાઈનલ મેચમાં રાજકોટ સીટી ટીમનો વલસાડ સીટી ટીમ સામે 1-2 ગોલથી પરાજ્ય થયો છે. રાજકોટ સીટી ટીમ ગુજરાત લેવલે બીજો નંબર પ્રાપ્ત કરી રનર્સ અપ થયા છે. આ ટીમના કેપ્ટન તરીકે અક્ષય લુણાગરીયાએ સેવા આપી હતી. ખેલ મહાકુંભ 2024માં સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ સીટી ટીમ વિજેતા થયા છે.
- Advertisement -
રનર્સ અપ થયેલ ટીમને ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળા તથા કમિટી મેમ્બર તથા રાજકોટના ફૂટબોલ ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા.