ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટરના સહયોગથી 150 ફૂટ રીંગ રોડ પર રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળામાં રવિવાર તા. 2 જૂનના રોજ સવારે 9-00થી 12-00 સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં વિવેકાનંદ આઈ કેર સેન્ટર આંખની હોસ્પિટલના આંખના નિષ્ણાત ડોકટર સેવા આપશે. જેમાં નાની-મોટી ઉંમરના તમામ દર્દીઓને આંખના મોતિયાની તપાસ અને નિદાન કરવામાં આવશે અને વિનામૂલ્યે ફેકો સર્જરીથી ટાંકા લીધા વગરના મોતિયાનું ઓપરેશન કરીને નેત્રમણી મૂકવામાં આવશે. આ કેમ્પમાં રામકૃષ્ણ આશ્રમના સ્વયંસેવકો સેવા આપશે. આ નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ભાગ લેવા ઈચ્છતાં સર્વેને રવિવાર તા. 2-6-2024ના રોજ સવારે 9-00 કલાકે રાધેશ્યામ ગૌશાળા, રૈયાધારમાં ઉપસ્થિત રહેવાનું તથા વિગત માટે મો.નં. 9228353780 પર સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.