બિલ્ડિંગ યુસેજ પરમિશન ન હોય તેવા 3 મોલ ખાતે સીલ મારી કાર્યવાહી કરી
રાજકોટની આગ દુર્ઘટના બાદ પોરબંદરમાં તંત્રની લાલ આંખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
રાજકોટની આગ દુર્ઘટના બાદ પોરબંદર તંત્રએ ચેકીંગ કામગીરી શરૂ કરી છે, ત્યારે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાથી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ – બિરલા હોલ ખાતે સિલ મારવામાં આવ્યું છે અને બીયુ પરમિશન ન હોય તેવા 3 મોલ ને સિલ મારી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના ગેમઝોનમાં ભયંકર આગની દુર્ઘટના બન્યા બાદ પોરબંદર નગરપાલિકા દ્વારા બહુમાળી બિલ્ડિંગો ખાતે ચેકીંગ કામગીરી શરૂ કરી છે. ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે પાલિકાના બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ વિભાગ, પોલીસ, રેવન્યુ
સહિતની ટીમ દ્વારા સિલ મારવાની કામગીરી ક2વામાં આવી હતી જેમાં બિલ્ડિંગ યુસેજ પમિશન એટલેકે બીયુ પરમિશન ન હોય અને ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોય તેવા ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ – બિરલાહોલ ખાતે સિલ મારવામાં આવ્યું છે. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગમાં ભાડે આપેલ નિલેશ કપડાનો શો રૂમ અને પહેલા માળે વિલિયમ જોહનસુ પિઝા ખાતે સિલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત બીયુ પમિશન ન હોવાથી રિલાયન્સ સ્માર્ટ બજાર, વી માર્ટ અને ક્રોમા ખાતે પણ સિલ મારી દેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા રાણાવાવ અને કુતિયાણા ખાતે પણ બહુમાળી બિલ્ડિંગોમાં ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે.
બિલ્ડિંગ યુસેજ (B.U) પરિમશન શું છે?
બીયુ પરમિશન એટલેકે, બિલ્ડિંગ યુસેજ પરમિશન એટલેકે બિલ્ડિંગ વપરાશ પરવાનો કહેવામાં આવે છે. જેમાં બિલ્ડિંગમાં નકશો, ચણતર, કમ્પ્લિશન સર્ટિ, ફાય2 એનઓસી મળ્યા બાદ છેલ્લે બિલ્ડિંગ યુસેજ પરવાનગી લેવામાં આવે છે. ટીપી કમિટીના ચેરમેનની સહિ વાળી પરમિશન માન્ય રહેતી નથી. તેમાં ચીફ ઓફિસરની સહિ નથી હોતી, જેથી આવી પમિશન માન્ય ન રહેતા બીયુ પરમિશન ન ધરાવતી બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.