ગીર સોમનાથ જિલ્લામાં 316 હોમ ગાર્ડ જવાનોને ચુંટણી બંદોબસ્ત માટે કામગીરી સોંપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
ગીર સોમનાથ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું તા.7 મે 2024 ના રોજ યોજાયેલ મતદાન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા,વેરાવળ,ઉના,કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાંથી 316 હોમ ગાર્ડ જવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ સોંપવામાં આવી હતી.અગત્યની ચુંટણી બંદોબસ્તની કામગીરી દરમ્યાન 11 હોમ ગાર્ડ જવાનો ફરજ ઉપર હાજર થયા નહિ તેની ગંભીર નોંધ લઇ જીલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ વિજયભાઈ ઠાકરે ગેરહાજર હોમ ગાર્ડ જવાનોને તાત્કાલિક છુટા કરી દેતા હોમ ગાર્ડ જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાંથી કુલ 316 હોમગાર્ડ જવાનો ચુંટણી બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા હતા.તદઉપરાંત અન્ય જીલ્લામાંથી પણ મોટી સંખ્યામાં હોમ ગાર્ડ જવાનોને ચુંટણી ફરજમાં બોલાવવામાં આવ્યા હતા.આ મહત્વની કામગીરી સમયે ગીર સોમનાથ જિલ્લામાંથી ફાળવેલ જવાનો પૈકી 11 હોમ ગાર્ડ જવાનો ફરજ ઉપર હાજર થયા નહી જેની ગંભીર નોંધ લઇ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વિજયભાઈ ઠાકરે તાત્કાલિક અસરથી 11 જવાનોને બરતરફ કરી છુટા કરી દેતા જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.હોમગાર્ડ જવાનોને સોંપવામાં આવતી ફરજે પ્રમાણિકતા અને શિસ્ત સાથે નિભાવવા જીલ્લાના દરેક હોમ ગાર્ડ જવાનોને કડક સુચનાઓ આપી ચુંટણી ફરજ દરમ્યાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ તમાંમ હોમગાર્ડ જવાનોને જીલ્લા હોમગાર્ડ કમાન્ડરે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.