ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો સરાહો લઇ રહ્યાં છે. રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. રાજકોટમાં 44થી 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો ચાલ્યો ગયો છે. હજુ બે દિવસ રેડ એલર્ટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી છાશ, પીણાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ સદ્કાર્યમાં બી ડિવિઝન પોલીસ પણ જોડાઇ છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તથા આર્યનગર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પેડક રોડ સેટેલાઇટ પાસે ભરતી શનીવારી ગૂજરી બજારમાં વેપાર કરવા આવતા પાથરણાં વાળા તથા ખરીદી કરવા આવતા લોકો તથા કડિયા, સુથાર, લુહારનું કામ કરવા માટેના કારીગરો,મજૂરોની ભરાતી બજારના મજૂરોને હાલના સમયે હીટવેવ (ગરમીથી) રાહત મળે તે હેતુથી ઠંડી છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું.