યુપીના 14 શહેરમાં વાવાઝોડાં, 6 જિલ્લામાં હીટવેવ
MPમાં હીટવૅવ એલર્ટ, બેતુલ, છિંદવાડામાં વરસાદ
- Advertisement -
રાજસ્થાનમાં 22 જિલ્લામાં રેડ એલર્ટ
હિટવેવના કારણે ત્રાહિમામ, અમદાવાદમાં પારો 46ને પાર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.24
- Advertisement -
ભારતમાં હાલ કાળઝાળ ગરમી છે. એવામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જયારે હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ ગરમી રહેતા રેડ એલર્ટ જરી કર્યું છે. રાજસ્થાનમાં ગુરુવારે લૂ અને ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. જયારે બાડમેરમાં સતત બીજા દિવસે પણ 48 ડિગ્રીથી ઉપર તાપમાન રહ્યું હતું. જેસલમેર પાસે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. જેના કારણે રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલોના તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને નોઇડા અને ગ્રેટર નોઇડાની તમામ સ્કૂલમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. રાજ્યના વધુ પડતા વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી હતી. જે અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી ગરમી રહેશે. હજુ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 મે સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જારી કરી છે.
રાજસ્થાનમાં તાપમાનનો પારો 49 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બાડમેર, જાલોર સહિત પાકિસ્તાનની સરહદે આવેલા તમામ જિલ્લાઓ લૂથી પ્રભાવિત થયા છે. 25મી મેથી 9 દિવસ સુધી ભારે ગરમી શરૂ રહેશે. વેધર સેન્ટર જયપુરે ગઈ કાલે 22 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશમાં એક તરફ આકરી ગરમી તો બીજી તરફ વાવાઝોડાની સ્થિતિ છે. એવામાં હવામાન વિભાગે 14 શહેરોમાં વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. જયારે રાજ્યના 6 જિલ્લામાં હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં 2-3 દિવસથી ગ્વાલિયર-ચંબલ, માલવા-નિમાર, ઈન્દોર, ઉજ્જૈન, ખંડવા, શાજાપુરમાં ભારે ગરમી પડી રહી છે. તાપમાન રેકોર્ડ 44 થી 46 ડિગ્રીને પાર કરી ગયું છે. આથીરાજ્યના અડધા ભાગમાં હીટવેવનું એલર્ટ છે તો બેતુલ, છિંદવાડા, પંધુર્ણા, સિવની, બાલાઘાટમાં પણ આંધી અને વરસાદની ચેતવણી જારી કરી છે.



