ચારધામ યાત્રામાં યાત્રીઓ માટે પણ સમય નિશ્ર્ચિત કરાયો: યાત્રા માર્ગમાં પ્રથમવાર મહિલા SDRF તૈનાત
ખાસ-ખબર ન્યૂઝ દેહરાદૂન, તા.22
- Advertisement -
યમુનોત્રી યાત્રામાં વધતી જતી ભીડના કારણે ઉતર કાશીના ડીએમે કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીનાં પગપાળા માર્ગમાં ઘોડા-ખચ્ચર અને ડંડી-કંડીની સંખ્યા નકકી કરવામાં આવી છે. બડકોટના ડેપ્યુટી ડીએમ અને એસપી સહિત અનેક અધિકારીઓએ ભીડને લઈને એક રિપોર્ટ ડીએમને આપ્યો હતો. જેમાં ખાસ કરીને યમુનોત્રી પગપાળા માર્ગ સાંકડો હોવાના કારણે યાત્રીઓનાં જીવનો ખતરો બતાવાયો હતો.રિપોર્ટનો અમલ કરતા પગપાળા યાત્રા માર્ગ પર ઘોડા-ખચ્ચરોની અધિકતમ સંખ્યા 800 અને તેમના આવવા-જવાનો સમય સવારે 4 થી સાંજે 5 વાગ્યા સુધીનો નિર્ધારીત કરાયો છે.
એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્ગ પર 800 ઘોડા-ખચ્ચરોને મોકલ્યા બાદ યમુનોત્રીથી જેટલા પણ ઘોડા-ખચ્ચર પાછા ફરે, એટલા જ ઘોડા-ખચ્ચરોને બીજી વાર માર્ગ પર જવાની મંજુરી આપવામાં આવે. દરેક ઘોડા-ખચ્ચરના યાત્રીઓને યમુનોત્રી લઈ જવા અને દર્શન બાદ તેમના પરત ફરવાની સમય સીમા પાંચ કલાકની નકકી કરાઈ છે.આ દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે પાંચ કલાકથી વધુ કોઈપણ ઘોડા-ખચ્ચર યાત્રા માર્ગ પર નહીં રહે. યમુનોત્રી ધામ પર યાત્રીને 60 મીનીટમાં યમુનોત્રીનાં દર્શન કરવાની વાત પણ આદેશમાં કહેવાઈ છે.
ચારધામ યાત્રામાં પહેલીવાર મહિલા SDRF
મહિલા કર્મીઓને ચારધામ યાત્રા પહેલા ત્રણ મહિનાની તાલીમ આપીને મહિલા યાત્રીઓની સહાયતા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રામાં એસડીઆરએફની મહિલા પોલીસ કર્મી દુર્ગમ ક્ષેત્રો અને અધિક વિષમ સ્થિતિમાં પોતાની સેવાઓ આપી રહી છે. જેથી મહિલા યાત્રીઓને ઘણી મદદ મળે છે.
- Advertisement -
ડંડી-કંડી માટે 6 કલાક નિર્ધારીત
જાનકી ચટ્ટીથી યમુનોત્રી પગપાળા માર્ગ પર એક વારમાં આવતી જતી ડંડી-કંડીની સંખ્યા 300 નિર્ધારીત થઈ છે.સવારે 4 થી બપોરે 4 વાગ્યા સુધી ડંડી-કંડીના યાત્રીઓ આવન-જાવન કરી શકશે એક ડંડી-કંડીને આવવા-જવા માટે 6 કલાકનો સમય અપાયો છે.
ભીડને ધ્યાનમાં રાખી કેદારનાથ મંદિર 20 કલાક ખુલ્લુ રહેશે
ભગવાન કેદારનાથનું મંદિર 24 કલાકમાંથી 20 કલાક ભકતો માટે ખુલ્લુ રહેશે. આ દરમ્યાન યાત્રીઓને ધર્મદર્શનની સાથે શૃંગાર આરતી દર્શન અને વિશેષ પૂજાઓનો મોકો પણ આપવામાં આવે છે. કેદારનાથ ધામમાં ઉમટી રહેલા શ્રધ્ધાળૂઓના પૂરને લઈને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.યાત્રાનાં 11 દિવસમાં 3.19 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા કેદારનાથનાં દર્શન કર્યા છે.બપોરે 3 થી 5 વાગ્યા સુધી જ કેદારનાથ ધામ મંદિર બંધ રહે છે.



