ટ્રાફિક પોલીસ બપોરે 1-30થી 4-30 દરમિયાન ફરજ પર હાજર રહેશે નહીં: પૂજા યાદવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટમાં અસહ્ય ગરમીના પગલે ટ્રાફિક પોલીસના ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગરમીના કારણે બપોરના સમયે શહેરમાં ટ્રાફિક રહેતો નથી જેના પગલે બપોરે 1-30થી 4-30 દરમિયાન ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોઈન્ટ પર હાજર રહેશે નહીં. આ સાથે જ ટ્રાફિક પોલીસ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે સવારે અને સાંજે એટલે કે ટ્રાફિક શિફ્ટનો સમય સવારે 7થી 1-30, સાંજે 5-00 વાગ્યાથી રાત્રિના 12-00 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે તેવી માહિતી આજરોજ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે આપી હતી. આ ઉપરાંત બપોરના સમયે પોલીસ જીપમાં જ પેટ્રોલીંગ કરશે અને બેડી ચોકડી, ગોંડલ ચોકડી કે ગ્રીન લેન્ડ ચોકડી જેવા અગત્યના પોઈન્ટ પર ટ્રાફિક જામ ન થાય તે અંગે પણ ધ્યાન આપશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ ગોગલ્સ અને કેપ પહેરી શકશે.