ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગીર સોમનાથ તા.14 મે બ્લડ ડોનર્સ ડે તરીકે ઉજવાય છે. વેરાવળ રેડ ક્રોસ બ્લડ સેન્ટર ખાતે ઉજવાયો હતો જેમાં બ્લડ તથા ઘણા પ્લેટેલેટની તાતી જરૂરીયાત ઉભી થતાં 20 વ્યક્તિઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને સેન્ટર ઉપર આવીને સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કરેલ, જેમાં હર્ષલ પરમાર (ઞઈંઈં), જયેશ ગીરીશભાઇ ઠક્કર, ફેઝાન પંજા, યાજ્ઞિક પાલા, કેતન ઉપાધ્યાય, પ્રકાશ મેઘનાથી, દેવાયત પંપાણીયા, ભરત માવધિયા, ડો.રાજુ ક્રિશ્ર્નાણી સાહેબ, જીગર દેવાણી, દિનેશ કુસકીયા, મયુર સિંહ રાયજાદા, પરેશ બારડ, અમિત તન્ના, નારણ ધારેચા, પવન ગુપ્તા, રવિ ખખ્ખર, અજય આગીયા, કેતન આગીયા તથા ભાવિન ચાવડાએ બ્લડ ડોનેશન કરેલ છે. આ તમામને રેડ ક્રોસ – ગીર સોમનાથ પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ અને આભાર પ્રકટ કરીએ છીએ.