એક મતદાર બુથમાં મહંતે મતદાન કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
ગીર-સોમનાથ જિલ્લાના ગીરગરઢડા તાલુકાના મઘ્ય ગીરમાં દેશનું એક માત્ર મતદાર ધરાવતા બાણેજ બુથમાં 100 ટકા મથદાન થયુ હતુ. તિર્થ સ્થાનના મહંતે સવારે પૂજાપાઠ કરી બુથ પર જઇ પોતાનો મત આપ્યો હતો. ઊનાના ગીરગઢડા પંથકમાં જૂનાગઢ લોકસભાની બેઠકનું મતદાન સવારથી શાંતિપૂર્વક માહોલમાં શરૂ થયુ હતુ.
ઉના વિધાનસભા બેઠક વિસ્તારનું 37 ટકા મતદાન નોંધાયુ હતુ. ગરમીને કારણે બપોર પછી મતદાન ધીમુ થઇ ગયુ હતુ. ગીરગઢડા તાલુકાના મઘ્ય ગીર સ્થિત બાણેજ તીર્થ સ્થાન ભારતનું એક માત્ર મતદાર ધરાવતુ બુથ છે. આ બુથ પર બાણેજના મહંત હરિદાસબાપુ ગુરૂ ભરતદાસબાપુએ પૂજા પાઠ કર્યા બાદ બુથ ઉપર જઇ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાણેજના એક બુથ પર મતદાનની પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી, કર્મચારીઓ અને પોલીસ સહિત કુલ નવનો સ્ટાફ ફરજ પર રોકાયો હતો.



