જૂનાગઢમાં 3686 અધિકારીઓ અને કર્મીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કર્યું છે. ત્યારે હવે પોલિંગ સ્ટાફ તા.7મી મેના રોજ તાલીમ લઈ ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ બન્યો છે.પોલિંગ સ્ટાફ તા.6ઠ્ઠી ના મતદાન પ્રક્રિયા માટે જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથક પર જવા માટે રવાના થશે અને તા.6ઠ્ઠીની રાત્રી મતદાન મથક પર જ વિતાવશે.ચૂંટણી ફરજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા અધિકારી કર્મચારીઓએ ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
આ અધિકારી – કર્મચારીઓ મતદાનના દિવસે ફરજ પર હોવાથી અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન કરે છે. તા.4-5-24ના રોજ બપોર સુધીમાં 3686 અધિકારી કર્મચારીઓએ જૂનાગઢ ખાતે બેલેટથી મતદાન કર્યું છે. આમ, 81 ટકા મતદાન થયું છે. મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું.



