કુલ 1351 કેસ નોંધાયા: કુલ 49 લાખથી વધુનો દંડ તમામ પાસેથી વસુલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
આરટીઓ રાજકોટ કચેરી દ્વારા એપ્રિલ માસમાં વર્ષ 2024 દરમિયાન ગુનાહિત વાહનોના કુલ કેસ 1351 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 49,91,865 જેટલો દંડ કરવામાં આવ્યો છે અને સૌથી વધારે ઓવર સ્પીડવાળા વાહનોને દંડ કરવામાં આવ્યો છે.
આરટીઓના નિયમોનો ઉલાળીયો કરનાર ઓવરલોડ વાહનના 138 કેસ, ઓવર ડાઈમેન્સનના 55 કેસ, કેલેન્ડેસ્ટાઈન ઓપરેશનના 45 કેસ, ટેક્સ વગર ચાલતા વાહનોના 12 કેસ, રેડિયમ રેફલેક્ટર, અંડરએજ ડ્રાઈવીંગ, મોબાઈલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 115 કેસ, ફીટનેસ, વીમા વગરના 34 કેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગરના વાહન હંકારનારના 213 કેસ, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડના 515 કેસ, ડ્રાઈવીંગ લાયસન્સ વિના વાહન ચલાવનારના 72 કેસ, અન્ય ગુનાઓના 143 કેસ આમ કુલ 1351 અને તમામ પાસેથી રૂા. 49,91,865 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.