MDH તથા એવરેસ્ટ બ્રાન્ડના મસાલાના વિવાદ બાદ કેન્દ્ર સરકારનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
ભારતમાંથી નિકાસ થયેલા એમડીએચ તથા એવરેસ્ટ બ્રાંડનાં મસાલા કેટલાંક દેશોએ રીજેકટ કરતા સર્જાયેલા વિવાદના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજયોને મસાલાની કવોલીટી ચકાસવાનો આદેશ કર્યો છે. એમડીએચ તથા એવરેસ્ટ બ્રાંડના મસાલાના વિવાદ બાદ ભારતીય સ્પાઈસ બોર્ડ તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ કેટલાંક સેમ્પલ લીધા હતા છતા ત્યારબાદ કવોલીટી વિશે કોઈ સતાવાર નિવેદન કરવામાં આવ્યું છે.
ઉતરાખંડમાં ફૂડ સેફટી કમીશ્નર ડો.આર.રાજેશકુમારે રાજયમાં ઉત્પાદીત તમામ મસાલાની ચકાસણી કરવાનો આદેશ કર્યો હતો.રાજયમાં 50 થી વધુ મસાલા ઉત્પાદકો છે.13 જીલ્લાનાં તમામ ઉત્પાદન કેન્દ્રોમાં તપાસ કરીને સેમ્પલ લેવાની સુચના આપવામાં આવી છે. ચેકીંગ કવોલીટી રીપોર્ટનાં આધારે આગળની કાર્યવાહી થશે. એમડીએચનાં તથા એવરેસ્ટ મસાલાનાં વિવાદથી અર્ધોઅર્ધ મસાલા નિકાસ પર જોખમ સર્જાઈ શકે છે. એટલે સરકારે તત્કાળ આ વિવાદ પર પૂર્ણવિરામ જીલ્લાની જરૂરીયાત ઉભી થઈ છે.
ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડનાં ફૂડ સ્ટાર્ન્ડડ ઓથોરીટીએ પણ ભારતીય મસાલાની ચકાસણી કરવાનું જાહેર કર્યું હતું તે સંજોગોમાં ઓસ્ટ્રેલીયામાંથી પણ માલ રીજેકટ થઈ શકે છે હોંગકોંગ તથા સિંગાપોરે પણ સમાન કાર્યવાહી કરી છે.