ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.24
ગીર સોમનાથમાં આકાર પામી રહેલા ફોરટે્રક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવે નું કામ ચાલી રહ્યું છે ત્યારે સુત્રાપાડા તાલુકા ના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાંઆવી રહ્યો છે ગામ.લોકો નું કેહવુ છે કે મોરડીયા ગામ રોડ ની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચે થી અવર જવર થય શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવે મતલબ કે નાનો ઓવર બ્રિજ બનાવવામાં આવે પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવે ને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ.
- Advertisement -
લોકોની માંગ ન સંતોષતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉછાળવામાં આવી છે. જો કે સવાલ એ છે કે ગામ નિં બિલકુલ નજીક હાઇવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવર બ્રિજ બનાવ્યો છે. છતાં ગામ લોકો ગામ નિં આગણ વાડી અને સ્કૂલ.પાસે બ્રિજ બનાવની માંગ કરી રહ્યાંછે આપને જણાવી દઇએ કે મોરડીયા ગામ થી આશરે 200 મીટર દૂર અન્ય ઓવર બ્રિજ છે હવે જોવું એ રહ્યું કે હાઇવે ગામ લોકો ની માંગ સંતોષે કે કેમ..