ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકની બોટલ સહિતનો ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ ઇકો સેન્સેટિવ ઝોન ઝોન હેઠળના ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કાર્યરત કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે. આ ચેક પોસ્ટ કાર્યરત કરાયાના પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ચેક પોસ્ટ રાઉન્ડ ક્લોક કાર્યરત રહેશે અને ત્રણ શીફ્ટમાં શિફ્ટમાં કર્મચારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવા માટેની કામગીરી કરશે.
અશોક શિલાલેખ પાસે કાર્યરત કરાયેલ આ ચેક પોસ્ટ ખાતે કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તપાસ દરમિયાન મળી આવેલ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યુ છે.આ ચેક પોસ્ટ કાર્યરત થવાથી ભવનાથ અને ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખી શકાશે.ભવનાથ અને ગિરનાર દર્શનાર્થે આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત ભવનાથ સહિતના ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પ્લાસ્ટિક સપ્લાયર્સને પણ ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની સપ્લાય ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.પ્લાસ્ટિક સપ્લાયર્સ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જરૂરી સહયોગ આપી રહ્યા છે.