ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિતની રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર લોકસભા બેઠક તેમજ વિધાનસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં પોરબંદર લોકસભાની બેઠકની ચૂંટણી માટે 20 ફોર્મ ભરાયા છે તો વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ ભરાયા હતા.
- Advertisement -
બન્ને બેઠક પર ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ સહિતની રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પોરબંદર લોકસભા બેઠક તેમજ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ બન્ને ચૂંટણી માટે પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જેમાં 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી જેમાં પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ,કોંગ્રેસ વિરો કે વીર ઇન્ડિયા પાર્ટી સહિતની રાજકીય પાર્ટી અને અપક્ષ સહિત 10 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
લોકસભા બેઠકના ઉમેદવારો
મનસુખભાઈ લક્ષ્મણભાઈ માંડવીયા – ભાજપ
લલિતકુમાર જસમતભાઈ વસોયા – કોંગ્રેસ
નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા – અપક્ષ
હસમુખભાઈ જીવનભાઈ સિદ્ધપુરા – લોગ પાર્ટી
હુસેનભાઈ અલીભાઈ સોઢા – અપક્ષ
લખણસી ઓડેદરા – વિરો કે વીર ઇન્ડિયા પાર્ટી
બીપીનકુમાર ભીખુલાલ જેઠવા – અપક્ષ
નાથાભાઈ પુંજાભાઈ રાઠોડ – બહુજન સમાજ પાર્ટી
નિલેશકુમાર સેખવા – સમાજવાદી પાર્ટી
વિધાનસભા બેઠકના ઉમેદવારો
અર્જુનભાઈ મોઢવાડિયા – ભાજપ
રાજુ ભીમા ઓડેદરા – કોંગ્રેસ
જીવન રણછોડભાઈ જંગી – અપક્ષ
રસિક ઘેલાભાઈ મંગેરા – વિરો કે વીર ઇન્ડિયા પાર્ટી
દિલાવર લાખાભાઈ જોખીયા – અપક્ષ
અશ્વિન દેવજી મોતીવરસ – અપક્ષ