અગ્ર સચિવ, કલેકટર સહિતના અધિકારીઓએ ઉત્તર પૂર્વના ખેલાડીઓને બિરદાવ્યા
બીચ ખાતે ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતના રમતવીરો વચ્ચે વિવિધ સ્પર્ધાઓનું વિશેષ આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનુ ઉધઘાટન રમત ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનકુમારની ઉપસ્થિતિમાં કરાયું હતું.
માધવપુરના મેળામાં રળિયામણા બીચ ઉપર રમતોની રંગત જામી છે. અગ્ર સચિવ અશ્વિનીકુમાર અને પ્રવાચન વિભાગના આલોકકુમાર તથા જિલ્લા કલેકટરશ્રી કે.ડી. લાખાણી દ્વારા ઉતર પૂર્વના રાજ્યના રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માધવપુરના મેળામાં તા. 18 એપ્રિલ થી 20 એપ્રિલ 2024 ના રળિયામણા બીચ પર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓમાં આ રમત રમવાનો આનંદ જોવા મળ્યો હતો.
- Advertisement -
આ બીચ સ્પોર્ટ્સમાં ઉત્તર-પૂર્વના રાજ્યોના ખેલાડીઓ માટે જુડો અને ટેક્વેન્ડોની સ્પર્ધા યોજવામાં આવી હતી. જયારે બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ. સાઈટ ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ દોડ, રસ્સાખેંચ જેવી રમતો રમી હતી. અગ્ર સચિવ અને કલેક્ટર સહિતના અધિકારીઓએ ઉત્તર પૂર્વના ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. તેમજ ગ્રુપ ફોટો સેશન પણ કરાવ્યું હતું.