ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
સીંગર, એન્કર, રાઈટર, એકટર ડો. પ્રીતિ ભટ્ટ પોતાની સિદ્ધ મ્યુઝિક નામની યુ-ટયૂબ ચેનલ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન નામની રામ ભગવાનની રામસ્તુતિનું ગઈકાલે રામનવમીના દિવસે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ રામ સ્તુતિ – રામ ભજન તદ્દન નવા જ અંદાજમાં અને યુવાનોને પણ ભક્તિરસથી ભરી દે એવી રીતે સંગીતબદ્ધ કરી છે તેવું ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન ડો. પ્રીતિ ભટ્ટએ જણાવ્યું હતું. યુવા સંગીતકાર ઓમ દવેએ એડીટીંગ મિક્સીંગ કર્યું છે
- Advertisement -
તેમજ નીરજ વ્યાસે અદ્યતન ટેકનોલોજી અને આજના સમયમાં ખૂબ પ્રચલિત બનેલી એવી એનિમેશન મૂવીરૂપે શ્રી રામજીની સ્તુતિનો વિડીયોગ્રાફી ઓમ દવેએ કરી છે એટલું જ નહીં પરંતુ નવી પેઢીને પણ ધર્મ તથા ભક્તિનો માર્ગ બતાવવા નવી રીતે આ ચેનલની શરૂઆત ભક્તિપદથી કરી છે જે યુ-ટયૂબ ચેનલની સાથે સાથે તમામ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રજૂ થશે જેથી દેશ-વિદેશમાં વસતા લોકો પણ ભક્તિના અને ધર્મના માર્ગને સમજ અને એ તરફ વળે તેવું પ્રીતિ ભટ્ટનું કહેવું છે.