હેલ્થ જર્નલ ‘લેન્સિટ’માં છપાયેલ લેખમાં સનસનીખેજ ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
લોકસભા ચૂંટણી પહેલા જાણીતી હેલ્થ પત્રિકા ‘લેન્સિટ’એ ભારતની સ્વાસ્થ્ય સ્થિતિ પર એક લેખ લખ્યો છે જેમાં સાચી સ્વાસ્થ્ય નીતિ માટે હેલ્થ સંબંધી ડેટામાં પારદર્શિતાની માંગ કરાઇ છે. લેખમાં ભારતમાં કોરોનાથી મોત પર પણ સવાલ ઉઠાવાયા છે સાથે સાથે ભારતમાં આવા ડેટાના સંગ્રહ અને પ્રકાશનમાં ગંભીર રૂકાવટો આવી છે. ભારતમાં કોરોના મહામારીના કારણે 2021માં વસ્તી ગણતરી નથી
થઇ શકે.
ભારતમાં ચૂંટણી: ડેટા અને પારદર્શિતાનું મહત્વ નામના લેખમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય નીતિ, યોજના અને મેનેજમેન્ટ માટે ચોક્કસ અને અપડેટ ડેટા જરૂરી છે, પણ ભારતમાં આવા ડેટાના સંગ્રહ અને પ્રકાશનમાં ગંભીર રોડા આવ્યા છે. કોવિડ-19 મહામારીના કારણે 2021ની વસ્તી ગણતરીમાં મોડું થયું હતું. આવું 150 વર્ષમાં પહેલીવાર થયું છે. જ્યારે ભારત કે તેના નાગરિકો પર કોઇ અધિકૃત વ્યાપક ડેટા વિના આખો એક દાયકો વીતી ગયો છે. ‘લાન્સેટ’એ પોતાના લેખમાં જણાવ્યું છે કે 2024માં એક ઇલેકટ્રોનિક્ સર્વે કરાવનારી આગામી વસ્તી ગણતરીનો વાયદો હજુ સુધી પુરો નથી થયો.
જર્નલમાં વધુમાં જણાવાયું છે કે, વસ્તી ગણતરી બધા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય હેલ્થ સર્વેનો પણ આધાર છે. દા.ત. નેશનલ સેમ્પલ સર્વે સંગઠનના ખિસ્સામાંથી કરવામાં આવતા ખર્ચનું સમયાંતરે માપન ઓવરડ્યું છે અને તેને કરવાની કોઇ યોજના નથી. 2021 માટે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સર્વે રિપોર્ટમાં મોડું કેમ થયું? કે ગરીબી સર્વે પબ્લીક ડોમેનમાં કેમ નથી એનું કોઇ કારણ નથી બતાવાયું.