જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામનું નિરાકરણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જુનાગઢ જિલ્લામાં નેશનલ ગ્રીવન્સ સર્વીસ પોર્ટલ ઉપર તા.16/3/2024 થી તા. 10/4/2024 સુધીમાં 74 ફરિયાદો નોંધાઈ હતી. જે તમામનું નિરાકરણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પોર્ટલ પર સૌથી વધારે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સબંધિ મહત્તમ ફરિયાદો નોંધાઈ હતી. જેનું સમયસર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, NGSP ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલા https://eci-citizensevices.eci.nic.in પોર્ટલ પર નાગરીકો, મતદારો, રાજકીય પક્ષો તથા ઉમેદવારો ફરીયાદો નોંધાવી શકે છે.
નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ એ એક વેબ-આધારિત સોલ્યુશન છે. જે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફરિયાદોને હેન્ડલ કરવા માટે એક જ ઇન્ટરફેસ પર ફરિયાદ સપોર્ટ માટે છે. NGSPએ ચૂંટણી સંબંધિત અને બિન-ચૂંટણી-સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ECIને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પોર્ટલે નાગરિકો માટે ફરિયાદો નોંધવાનું સરળ બનાવ્યું છે અને ફરિયાદોની તાત્કાલિક તપાસ થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.