ઉનાળાએ અસલી રંગ દેખાડયો: રાજકોટ સહિત સાત સ્થળે મહતમ તાપમાન 40થી 31 ડિગ્રીને પાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કયુર્ં છે અને અંગ દઝાડતો તાપ તથા લૂં વરસવા લાગ્યા છે. ગઈકાલે જ રાજકોટ સહિત જુદા જુદા સાત સ્થળોએ મહતમ તાપમાન 40થી 41 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું.ત્યારે આકરા તાપમાં રાજકોટના યુવાનો દરરોજ 80 કિલો બરફ વડે કબૂતરોને ઠંડક કરાવે છે. તેની અનોખી સેવા વર્ષ 2013થી અવિરત ચાલી રહી છે. આગામી વર્ષોમાં પણ શક્ય ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવાનો નિર્ધાર કરાયો છે. યુવાનોએ જણાવ્યું હતુ કે, આ બરફની પાટ રેસકોર્સના ખુલ્લા મેદાનમાં નાખીએ વીએ કે જ્યાં રોજ અનેક કબૂતર પાણી પીવા આવે છે. અમારો નિયમ છે કે આ કામ કર્યા બાદ જ બપોરે ઘરે જમવા જઇએ છીએ. અમારું આ કામ નિહાળીને હવે અન્ય લોકો પણ બરફ મૂકતા થયા છે. આવાં કાર્યો કરીને એક અનોખો આનંદ મળે છે.
ગઈકાલે રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1, તથા અમદાવાદમાં 40, અમરેલીમાં 40, વડોદરામાં 38.6 તથા ભુજમાં 41.7, છોટા ઉદેપુરમાં 38.3, દાહોદમાં 37.9, ડાંગમાં 38.6, ડિસામાં 41.1, દિવમાં 30.6, દ્વારકામાં 29.4,. જામનગરમાં 35.7, ગાંધીનગરમાં 39.3, અને નલીયા ખાતે 40 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
એપ્રિલ માસ શરૂ થતાની સાથે સર્વત્ર કાળઝાળ ગરમી વરસી રહી છે. ગઈકાલે જૂનાગઢમાં તાપમાનનો પારો ઉંચકાઈને 40 ડીગ્રી ઉપર પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. બપોરના સમયે સ્વયંભૂ કર્ફયુ પાંખી હાજરી જોવા મળી હતી જે એપ્રલ માસનો સૌથી વધુ દિવસ રહેવા પામ્યો હતો.
7 માર્ચના આ સીઝનનો ગરમીનો પારો 40.4 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વાદળો છાવાતા વાતાવરણમાં 38 ડીગ્રી વચ્ચે રહેવા પામ્યું હતું. ફરી ગઈકાલે 1.7 ડીગ્રી પારો ઉંચકાતા 40 ડીગ્રીએ પારો ઉંચે જવા પામ્યો હતો. સવારે લઘુતમ પારો 23.3 હવામાં ભેજ 71 ટકા પવનની ગતી પ્રતિકલાક 3.3 કી.મી.ની ઝડપે ફુંકાતા લુનો સામનો લોકો પશુ પક્ષીઓ વન્ય પ્રાણીઓ કરી રહ્યા છે. લોકોની રસ્તા ઉપર અવર જવર સ્વયંભૂ કર્ફયુ માફક જોવા મળી રહી છે. જયારે ભાવનગરમાં આજે મંગળવારે લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% રહ્યું હતું જયારે પવનની ઝડપ 12 કી.મી. પ્રતિકલાકની રહી હતી. ગઈકાલે ભાવનગરનું મહતમ તાપમાન 37.2 ડીગ્રી રહ્યું હતું.