ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
જુનાગઢ શહેરમા સુખનાથચોકમાં 88 વર્ષ અને જગમાલ ચોકમાં પાંચ વર્ષ મફત છાશ વિતરણ કેન્દ્ર આજથી શરૂ કરવામાં આવેલ છે આ મફત છાશ વિતરણ કેન્દ્ર ઉનાળાના અઢી માસ દરરોજ 350થી વધારે પરિવારોને કુપન કાઢીને આપવામાં આવશે આજરોજ નિતાબેન સુરેશભાઇ ગાંધીના વરદ હસ્તે છાશ વિતરણ શરૂ કરવામાં આવેલ હતું નિતાબેન સુરેશભાઇ ગાંધી રૂપિયા 21,000 દર વર્ષે આપે છે અને તેમના હાથેથી ઉદઘાટન રાખવામાં આવે છે
- Advertisement -
દરેક લાભાર્થીને ઍક કુપન ઉપર બે 400 ઍમઍલ છાશની થેલી આપવામાં આવશે અને આપ સૌ કોઈ ઍક દિવસના 2100 રૂપિયા આપી લાભ લઈ શકો છો.આ છાશ વિતરણ કેન્દ્ર આજથી 88 વર્ષ પહેલાં સંઘવી પરિવારના વડાલથી આવેલા વડિલોઍ શરૂ કરેલ અને આજે તેમની ચોથી પેઢી આ સત્કાર્ય ચાલુ રાખેલ છે.