વચગાળાના જામીન પરથી ફરાર કેદી ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ.બી.જાડેજા અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના અપહરણ, બળાત્કાર અને પોસ્કોના ગુનામાં સજા ભોગવતો અને વચ્ચગાળાના જામીન પરથી ફરાર કેદી કપીલ ઉર્ફે જયરાજ મણીરામ રહે.ધોકડવા વાળાને ધોકડવા ગામના રસ્તા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપી છેલ્લા એક મહિનાથી વચ્ચગાળાના જામીન લઇને ફરાર થયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.