રિઝર્વ બેન્કે ક્રેડિટકાર્ડને લઈને નિયમોમાં ફેરફાર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડીટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે.ક્રેડીટ કાર્ડ ધારક હવે પોતાની સુવિધા અનુસાર કાર્ડનાં બિલીંગ ચક્રમાં એકથી વધુ વાર ફેરફાર કરી શકશે. પહેલા બેન્ક અને નાણાકીય સંસ્થાઓ માત્ર એક વાર જ આમ કરવાની તક આપતું હતું પણ આરબીઆઈએ આ સીમા હટાવવાનું કહ્યું છે.કેન્દ્રીય બેન્કે હાલમાં જ આ નિયમ લાગુ કર્યો છે. અત્યાર સુધી માત્ર ક્રેડીટ કાર્ડ કંપનીઓ જ નકકી કરતી હતી કે ગ્રાહકને ઈસ્યુ કાર્ડનું બિલીંગ ચક્ર શું હશે.આથી ગ્રાહકોને કયારેક કયારેક મુશ્ર્કેલીનો સામનો કરવો પડતો હતો પણ આરબીઆઈના નવા નિયમ મુજબ ગ્રાહક પોતાની મરજીથી એકવારથી વધુ ક્રેડીટ કારના બિલીંગ ચક્ર સમય ગાળાને પોતાના હિસાબે બદલી શકે છે. કોઈ ગ્રાહકનાં ક્રેડીટ કાર્ડનું કુલ બિલ (સ્ટેટમેન્ટ) દર મહિનાની 6 તારીખે આવે છે.
આ સ્થિતિમાં તેનું બિલીંગ ચક્ર તે મહિનાની 7 તારીખથી શરૂ થશે અને પછીના મહિનાની 6 તારીખે પુરૂ થશે. આ 30 દિવસનાં સમયગાળા દરમ્યાન ક્રેડીટ કાર્ડથી કરવામાં આવેલા બધી લેવડ-દેવડ ક્રેડીટ કાર્ડ સ્ટેટમેન્ટમાં જોવા મળશે તેમાં કાર્ડથી કરવામાં આવેલ બધા પેમેન્ટ રોકડ ઉપાડ, ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટની જાણકારી હોય છે. બિલનો આ સમયગાળો કાર્ડના પ્રકાર અને ક્રેડીટ કાર્ડ આપનાર અનુસાર 27 દિવસથી માંડીને 31 દિવસ સુધીનો હોય શકે છે.