ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનિયાં કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનની વિગતો છાપવા હુકમ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડેલ છે. જે અન્વયે 11-પોરબંદર લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી અને 83-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી આગામી તા.07 મેના રોજ યોજાનાર છે, અને ત્યારબાદ મતગણતરી તા.04 જૂનના રોજ છે. આ ચૂંટણી શાંતિથી અને ભયમૂક્ત વાતાવરણમાં નિર્ભય રીતે યોજાય તે હેતુથી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.ડી. લાખાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો/સંચાલકો/ભાગીદારો તથા ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે નકલો છાપનારાઓ નકલો કરનારાઓને જાણ કરવામાં આવે છે કે સને 1951 ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-127(ક) ની જોગવાઈ મુજબ ચૂંટણી અંગેના કોઈ સાહિત્ય, ભીતપત્ર, ચોપાનીયા કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને પુરા સરનામા સ્પષ્ટ પણે અવશ્ય છાપેલા હોવા જોઈએ. તેમજ ઉકત અધિનિયમની કલમ-127-(ક)ની જોગવાઈ મુજબનું એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્રકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉપર જણાવેલ વિગતે તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્રિત કરેલા (છાપેલા) દસ્તાવેજોની ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ-બે માં મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે.



