વાસણ ઉટકવા મુદ્દેે ઝઘડો થતાં ઓશિકાથી મોઢું દબાવી કરી હત્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝરાજકોટ, તા.20
રાજકોટ શહેર પોલીસ ચોપડે વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં સાધુ વાસવાણી રોડ ઉપર મૈત્રીકરારથી રહેતી મહિલાને તેના જ મિત્રએ ઝઘડો થતાં ઓશિકાથી ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતા યુનિવર્સિટી પોલીસે ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવાસ ક્વાટરમાં રહેતા ઇલાબેન સોલંકી નામની મહિલાની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ રાઠોડ, એસીપી ભારાઈ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા એમ્બ્યુલેન્સમાં ડ્રાયવર તરીકે નોકરી કરતાં સંજયભારથી ગોસાઇ સાથે 5 માસથી મૈત્રીકરારથી રહેતા હતા અને બંને વચ્ચે અવારનવાર માથાકૂટ ચાલતી હતી ગત રાત્રે વાસણ ઉટકવા બાબતે ઝઘડો થતાં ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતક મહિલાને પ્રથમ પતિથી 13 વર્ષનો પુત્ર મિલન હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે હત્યા કરી નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા જુદી જુદી દિશામાં તપાસ તજવીજ હાથ ધરી છે.