યુનાઇટેડ નેશનમાં ઇસ્લામો ફોબિયા પર ચર્ચા દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે, ફક્ત ઇબ્રાહિમ જ નહીં પરંતુ ગૈર-ઇબ્રાહિમ ધર્મ પણ ફોબિયાનો શિકાર છે, જેને આપણે સ્વીકારવાની જરૂર છે. પાકિસ્તાનને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, જે કોઈ પણ વિરોધ વગર 115 વોટથી પાસ થયો હતો.
ભારતે ગઈકાલના રોજ યુનાઇટેડ નેશનમાં યહૂદી વિરોધી, ક્રિશ્ચિયન ફોબિયા કે ઇસ્લામો ફોબિયાની નિંદા કરી, પરંતુ હિન્દુ, બૌદ્ધ અને શીખોને પ્રભાવિત કરનારા ફોબિયા પર પણ જોડી દીધા અને કહ્યું કે ઇબ્રાહિમ ધર્મોથી ઉપર ધાર્મિક ભયને ઓળખવાની જરૂર છે.
- Advertisement -
સયુંકત રાષ્ટ્ર મહાસભામાં ઇસ્લામો ફોબિયાથી લડવા માટે પાકિસ્તાને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનાથી ભારત અળગુ રહ્યું હતું. યુનાઇટેડ નેશન્સમાં ભારતની કાયમી પ્રતિનિધિ ઋચિરા કંબોજે કહ્યું કે, બહુલવાદ ના એક પ્રાઉડ ચેમ્પિયનના રૂપમાં ભારત બધા ધર્મો અને બધી આસ્થાઓના સમાન સંરક્ષણ અને પ્રચારના સિદ્ધાંતની મજબૂતીને કાયમ રાખે છે. આ સ્વીકાર કરવું જરૂરી છે કે ફોબિયા ઇબ્રાહિમ ધર્મથી આગળ ફેલાઈ શકે છે.
ગુરુદ્વારા, મઠ અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર હુમલા વધારો
ઋચિરા કંબોજે કહ્યું કે, દશકાઓના પુરવાઓથી જાણવા મળ્યું કે, ગૈર ઇબ્રાહિમ ધર્મને માનનારા ધાર્મિક ફોબિયા એટલે કે ભયથી પ્રભાવિત હોય છે. વિશેષ રૂપથી હિન્દુ વિરોધી, બૌદ્ધ વિરોધી અને શીખ વિરોધી તત્વો પણ સામે આવ્યા છે. ગુરુદ્વારા, મઠ અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતાં હુમલાથી એ વાત સ્પષ્ટ છે કે ફોબિયાથી કૉઈ પણ બીજો ધર્મ પ્રભાવિત થઈ શકે છે.
- Advertisement -
193 સદસ્ય યુએનજીએ પાકિસ્તાન દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવ ‘ઈસ્લામોફોબિયાથી બચવાના પ્રયાસોનો સ્વીકાર કર્યો,જેના પર 115 દેશોએ આ પક્ષમાં વોટિંગ કર્યું, જ્યારે 44 જેટલા દેશોએ મતદાન ન કર્યું.
પાકિસ્તાનને મૂહતોડ જવાબ આપ્યો
આ દરમ્યાન પાકિસ્તાનના રાજદૂત મુનિર અક્રરમએ આયોધ્યાના રામ મંદિર અને CAAને લઈને ખરાબ ટીપ્પણી કરી હતી. જેના જવાબમાં ભારતના પ્રતિનિધિ ઋચિરા કંબોજે કહ્યું કે, આ એક ખોટો રેકોર્ડ છે જ્યારે સમગ્ર દુનિયા પ્રગતિ કરી રહી છે ત્યારે પાકિસ્તાન આવા ધર્મના મુદ્દાઓને લઈને ફસાયેલું છે. પ્રતિનિધિ મંડળના સંકુચિત અને ભટકેલા દ્રષ્ટિકોણને જોવો વાસ્તવવામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એવું લાગે છે કે, આ પ્રતિનિધિ મંડળ પાસે જ્ઞાન કે સમજ નથી.